ભાચા અને ગીરગઢડાનાં પડાપાદરનાં બે શખ્સોની અટકાયત કરી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.10
ધાતક હથીયાર સાથે સોશિયલ મીડિયામાં બાહુબલી બનવા નિકળી પડેલા યુવાનો કાયદા નિયમો ભુલી પોતાના સોશિયલ મીડિયા નાં ફેસબુક,અને વોટ્સએપ ટેસ્ટ મુકી લોકો માં ભય ફેલાવનારા તત્વો ને ડામી દેવા જીલ્લા આઇ જી નિલેષ જાજડીયા ગીર સોમનાથ એસ પી મનોહર સિંહ જાડેજા દ્વારા સ્થાનિક અને જીલ્લા સ્પેશ્યિલ બ્રાન્ચ ને આદેશ કરતાં જુદાં જુદાં સોશિયલ મીડિયા ફેસબુક, ઈન્સ્ટાગ્રામ વોટ્સએપ વિગેરે ઉપર ગુનેગાર અન્ય વ્યક્તિ ઓ હથિયાર સાથેનાં વિડિયો ફોટા ઓ મુકીને સામાન્ય નાગરિકો માં ભય અને દહેશત ફેલાવી ભય નું વાતાવરણ ઉભું કરી બાહુબલી બનવા નિકળી પડતાં આવાં શખ્સો ને ડામી દેવા સોશિયલ મીડિયા પર ખાસ વોચ રાખતી પોલીસ દ્વારા ઉના નાં ભાચા અને ગીરગઢડા નાં પદાપાદર ગામ નાં બે શખ્શો ને ગીર સોમનાથ એસ ઓ જી બ્રાન્ચ દ્વારા હથિયાર સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગીર સોમનાથ જિલ્લા એસ. ઓ. જી. બ્રાન્ચ નાં ઈનચાર્જ પી.આઈ. એન.એ. વાધેલા નાં માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. ઈબ્રાહીમ બાનવા, રણજીતસિંહ ચાવડા સહિત નો પોલીસ કાફલો ઊના ગીરગઢડા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો એ દરમિયાન ઉના નાં ભાચા ગામનાં શાહિલ ફિરોઝભાઈ શેખ તેમજ પડાપાદર ગામ નાં કૌશિક રાવત ભાઈ ગોહિલ ને શોસિયલ એકાઉન્ટ ઊપર તલવાર સાથે પોતાનાં ફોટા અપલોડ કરેલ હોય તે હથિયાર કબજે કરીને જી. પી. એકટ 135 મુજબ કાર્યવાહી કરી અટક કરાયેલ હતી.