ગુજરાત હાઈકોર્ટે સામાજિક કાર્યકર તીસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવીને તેમને તાત્કાલિક સરેન્ડર કરવાનો આદેશ આપ્યો છે.
ગુજરાત હાઈકોર્ટે શનિવારે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડની નિયમિત જામીન અરજી ફગાવી દઈને તેમને તાત્કાલિક સરેન્ડર થવાનો આદેશ આપ્યો છે. તીસ્તા પર 2002ના ગોધરાકાંડ બાદના રમખાણો સાથે જોડાયેલા કેસોમાં પુરાવા સાથે છેડછાડ અને સાક્ષીઓને ટ્રેનિંગ આપવાનો આરોપ છે. સેતલવાડની જામીન અરજી પર જસ્ટિસ નિર્જલ દેસાઈએ ચુકાદો સંભળાવ્યા બાદ વરિષ્ઠ વકીલ મિહિર ઠાકોરે કોર્ટને આ ચુકાદાના અમલ પર 30 દિવસ માટે રોક લગાવવાની વિનંતી કરી હતી, પરંતુ જસ્ટિસ દેસાઈએ આ વિનંતી ફગાવી દીધી હતી.
- Advertisement -
તીસ્તા સેતલવાડ પર કયા આરોપ
તીસ્તા પર 2002ના રમખાણોના કેસમાં નકલી દસ્તાવેજો અને એફિડેવિટના આધારે ગુજરાતને બદનામ કરવાનો પણ આરોપ છે. હાઈકોર્ટે સુપ્રીમ કોર્ટમાં અપીલ ન થાય ત્યાં સુધી આ નિર્ણય પર રોક લગાવવાની તિસ્તાના વકીલની માંગને પણ ફગાવી દીધી છે. સેતલવાડને સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર 2022માં આપેલા વચગાળાના જામીન પર સુપ્રીમ કોર્ટે અત્યાર સુધી ધરપકડથી રક્ષણ આપ્યું હતું, ત્યારબાદ તેમને આ કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી (હવે વડાપ્રધાન) નરેન્દ્ર મોદીને ક્લિનચીટ આપતા એસઆઇટી રિપોર્ટને પડકારતી ઝાકિયા જાફરીની અરજી પર સુનાવણી કરતા કહ્યું કે તિસ્તા સેતલવાડ પોતાનો સ્વાર્થ સાબિત કરવામાં વ્યસ્ત છે. કોર્ટે સંજીવ ભટ્ટ અને આર બી શ્રીકુમાર મારફતે ખોટી એફિડેવિટ ફાઇલ કરવાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
Gujarat HC rejects bail plea of activist Teesta Setalvad, asks her to surrender immediatelyhttps://t.co/moBWSPyl3F
(FILE PHOTO) pic.twitter.com/pj5ZidBPx0
- Advertisement -
— Press Trust of India (@PTI_News) July 1, 2023
તીસ્તાને ગત વર્ષના સપ્ટેમ્બરમાં સુપ્રીમે આપ્યાં હતા જામીન
ગુજરાત રમખાણ સાથે જોડાયેલા કેસમાં ધરપકડ કરાયેલા સેતલવાડને ગત વર્ષે સપ્ટેમ્બરમાં સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા બાદ અમદાવાદની સાબરમતી મહિલા જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તે વખતે કોર્ટે કહ્યું હતું કે, હાઈકોર્ટ તેમના રેગ્યુલર જામીન પર ચુકાદો આપી શકે છે જે અનુસાર હાઈકોર્ટે તેમની જામીન અરજી ફગાવી દીધી છે.