અત્યાર સુધીનો સૌથી ભારે બરફ વરસ્યો
કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ માટે ઘરો અને મસ્જિદો ખોલવામાં આવી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષા પડી રહી છે. હિમાચલમાં 340 રસ્તાઓ ટ્રાફિક માટે બંધ છે. છિતકુલમાં અઢી ફૂટથી વધુ બરફ છે, જેના કારણે ઘણા પ્રવાસીઓ ફસાઈ ગયા છે. કાશ્મીરમાં હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ રોડ બંધ છે. કાશ્મીર યુનિવર્સિટીની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. 1800 જેટલા વાહનો ફસાયા છે. ગાંદરબલ, સોનમર્ગ, પહેલગામ, ગુંડ, બારામુલ્લા સહિત અનેક સ્થળોએ તાપમાન માઈનસ 10 થી 22 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અહીં એક ફૂટ સુધી હિમવર્ષા થઈ હતી, જેના કારણે લગભગ 2 હજાર પ્રવાસીઓ અલગ-અલગ સ્થળોએ ફસાઈ ગયા હતા. સ્થાનિક કાશ્મીરીઓએ તેમના ઘરો અને મસ્જિદોના દરવાજા ખોલી દીધા. તેમને રહેવા માટે જગ્યા, ધાબળા અને રજાઈ સાથે ગરમ ખાદ્ય સામગ્રી આપવામાં આવી હતી.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આગામી 24 કલાકમાં 3 હજાર મીટરથી વધુની ઊંચાઈએ હિમપ્રપાત (બરફ તૂટી પડવાની)નું ઓરેન્જ એલર્ટ છે. હિમવર્ષાના કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે પાંડુકેશ્ર્વર-બદ્રીનાથ વચ્ચે બંધ છે.
કાશ્મીર-હિમાચલ પ્રદેશ તથા ઉતરાખંડ જેવા પર્વતીય રાજયોમાં ભારે હિમવર્ષાએ કહેર સર્જયો છે જયારે કાશ્મીરમાં અત્યાર સુધીની સૌથી વધુ ભારે હિમવર્ષા થયાનું જાહેર થયુ છે. જોકે, ગઈકાલે રવિવારે તે અટકતા હાલત-જનજીવન નોર્મલ થવા લાગ્યુ હતું. હવામાન વિભાગના સુત્રોના કહેવા પ્રમાણે કાશ્મીરમાં નજીકનાં ભુતકાળની સૌથી ભારે હિમવર્ષા થઈ હતી. શુક્રવાર સાંજથી આકાશમાંથી બરફ વરસતો શરૂ થયો હતો. શનિવાર આખો દિવસ તે ઘટનાક્રમ ચાલુ રહ્યો હતો. રવિવારે રાહત થઈ હતી.
હિમવર્ષા અટકવાને પગલે લોકોને મુશ્કેલીમાંથી ઉગારવા મોટાપાયે રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. રદ કરાયેલી વિમાની સેવા ફરી શરૂ થઈ હતી. શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પણ ફરી રાબેતા મુજબ થયો હતો.માર્ગો પર લપસી પડવાનું જોખમ હોવાથી વાહનચાલકો-લોકોને ખાસ ચેતવણી આપવામાં આવી હતી.
- Advertisement -