ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
પોરબંદરના વાડી પ્લોટ વિસ્તારમાં ચોરીની એક ઘટનામાં તસ્કરો રહેણાંક મકાનમાંથી એક લાખની માલમત્તાની ચોરી કરી ગયાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાય છે. ફરિયાદી ઉદયભાઈ મુકેશભાઈ મહેતા (ઉ.વ.27), લોહાણા સમાજના અને ધંધે નોકરીયાત, પોરબંદર વાડી પ્લોટ શેરી નં.5, સત એપાર્ટમેન્ટના પ્રથમ માળે રહે છે.આ ઘટના 21 જૂનના રોજ બપોરે 11:00 વાગ્યાથી 1:15 વાગ્યા દરમિયાન બની હતી.
ફરિયાદી ઉપસ્થિત ન હોય ત્યારે અજાણ્યા તસ્કરો દ્વારા મકાનના મુખ્ય દરવાજાનું તાડું તોડી મકાનમાં પ્રવેશ કરી, લાકડાના કબાટમાં રાખેલા સોનાના દાગીનાં અને રોકડ રકમની ચોરી કરી લીધી હતી. ફરિયાદ અનુસાર, ચોરોએ કુલ 98,500 રૂપિયાની માલમત્તા પર હાથફેરો કર્યો હતો, જેમાં 35,000 રૂપિયા રોકડ અને લગભગ ત્રીસેક વર્ષ જૂના ચારેક તોલાના સોનાના દાગીના તથા બે તોલાની સોનાની બે બંગળીઓનો સમાવેશ થાય છે.કમલાબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવ્યાના પગલે પી.એસ.આઇ એલ.એચ. મારૂ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાથી સ્થાનિકોમાં ભયનો માહોલ છે અને પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરી તસ્કરોને પકડવા માટે પ્રયાસ કરી રહી છે.