મેડિકલના ધંધાર્થીના ઘરમાંથી 4 લાખ રોકડ, કાચના વેપારીના ઘરમાંથી 3.15 લાખની મતાનો હાથફેરો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.19
- Advertisement -
શહેરમાં તસ્કરોએ ફરી ચોરીઓને અંજામ આપી પોલસીને પડકાર ફેંકવાનું શરૂ કર્યું હોય તેમ બે સ્થળોએ બંધ મકાનના તાળા ટોળી 7.15 લાખની મતા ચોરી અંગે બે ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
શહેરના કોઠારીયા રોડ ઉપર ઋષિપ્રસાદ સોસાયટીમાં રહેતા અને હોસ્પિટલ ચોકમાં ગોકુલ મેડિકલ સ્ટોર નામે વેપાર અકર્તા બંસીભાઇ ગોકુળભાઇ રાઠોડ નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ચૈત્રી નવરાત્રિના આઠમના દિવસે વતન ચોરવાડ ખાતે હવનના પ્રસંગમાં પરિવાર સાથે 16 તારીખે ગયા હતા બીજા દિવસે સાંજે પાડોશીએ ફોન કરી ઘરના તાળાં તૂટ્યાની જાણ કરતાં તા.17ની રાતે રાજકોટ પહોંચી તપાસ કરતા ઘરના મુખ્ય દરવાજાના લોક તૂટેલા જોવા મળ્યા હતા તેમજ અંદર તમામ ચીજવસ્તુઓ વેર વિખેર હતી
કબાટની તિજોરીમાં દવાની ખરીદી માટે રાખેલ 3.50 અને પિતાએ બચાવેલા 50 હજાર મળી 4 લાખ ગાયબ હોય તે ચોરી થયાનું જાણવા મળતા આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જ્યારે ભગવતીપરા મઈન રોડ પર સૈફી પાર્ક ગોલ્ડન પ્લાઝામાં રહેતાં કાચના વેપારી યુસુફ કુતબુદ્દિનભાઇ સોમેસરવાળાએ બી ડિવિઝન પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ તા.12/04/2024 ના ઘરને તાળુ મારી રાજસ્થાનના ઉદયપુરમાં રહેતી બહેનના ઘરે પ્રસંગમાં ગયા હતા 18 તારીખે સવારે આવીને જોતાં તાળાનો નકુચો તુટેલો હતો અને મેઇન દરવાજાના તાળાનો નકુચો પણ તુટેલ હતો ઘરમા અંદર જઈ ચેક કરતા રોકડ રૂ.2.21 લાખ જોવામા આવેલ નહી તેમજ કબાટમાં તેમની માતાના કાનના બુટીયારૂ.40 હજાર, બુટીયાની અન્ય એક જોડી રૂ.20 હજાર, સોનાની બે ગીની રૂ. 8 હજાર, સોનાની બે વિંટી રૂ.20 હજાર તેમજ ચાંદીના અલગ અલગ દાગીના મળી કુલ 3.14 લાખનો મુદ્દામાલ મળી ન આવતાં બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.