ખાસ-ખબર સંવાદદાતા
શિયાળો આવતાની સાથે જ તસ્કરોએ હળવદ વિસ્તારમાં ધામા નાખ્યા છે ત્યારે મોરબી ચોકડી પાસે આવેલા ચાર કારખાનાની ઓફિસના તાળા તોડી અંદાજે દસ હજાર જેટલી રોકડ રકમ ચોરી કરીને તસ્કરો ફરાર થઈ ગયા હતા જ્યારે આ બનાવના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં પાંચ જેટલા ચડ્ડીધારી ગેંગના ચોરટાઓ સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જ્યારે આ બનાવ અંગે હળવદ પોલીસની ટીમને જાણ કરવામાં આવતા પોલસે સ્થળ ચકાસણી કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરની મોરબી ચોકડી પાસે આવેલા ચાર કારખાનામાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે જેમાં ધાવડી ઓઈલ મીલમાંથી ટેબલના ખાનામાંથી 8 હજાર રૂપિયા, મહેશ જીનિંગ કારખાનામાંથી ઓફિસનું તાળુ તોડી 2 હજાર રૂપિયા તેમજ શ્રીધર જીનિંગ અને ગોમતી ઓઇલ મીલમાંથી પણ ચોરીની ઘટના સામે આવી છે જ્યારે ગોમતી ઓઈલ મીલમાંથી ચોરીના ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે જેમાં પાંચ જેટલા ચડ્ડીધારી ગેંગના તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. આ ઘટના અંગે હળવદ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા ચોરનું પગેરુ મેળવવાની તજવીજ હાથ ધરવામાં
આવી હતી.
ઠંડીની મોસમ આવતા જ તસ્કરો સક્રિય: હળવદની મોરબી ચોકડી પાસે ચાર કારખાનામાં હાથફેરો
