ભ્રષ્ટાચાર અંગે શાસક પક્ષ પણ નારાજ પરંતુ ખુલીને સામે આવતા ડરે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
રાજ્ય સરકારની પાણી પુરવઠા યોજનાઓમાં ગુજરાતના દરેક ખૂણે નાગરિકોને પૂરતું પાણી મળી રહે તે માટેની યોજનાઓમાં કરોકો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે અને આ અંગેનું કામગીરી પણ શરૂ થઈ ચૂકી છે તેવામાં રાજ્ય સરકારનો અમૃત યોજના થકી ધ્રાંગધ્રા શહેરના કુલ 9 વોર્ડમાંથી એકાદ – બે વોર્ડમાં પાણીની પાઇપ લાઇન નાખવાનું કામ ચાલુ છે આ કામ જી.યુ.ડી.સી (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની) દ્વારા કરવામાં આવી રહ્યું છે. ધ્રાંગધ્રા શહેરમાં વોર્ડ નંબર 1માં હાલ પાઇપ લાઇન નાખવાનું કામ લગભગ પૂર્ણ કરાયું છે અને અહીં પાણી માટેનો સંપ પણ બનાવ્યો છે. જી.યુ.ડી.સી દ્વારા પાણીની પાઇપ લાઇન નાખવા સાથે ભ્રષ્ટાચારની પણ શરૂઆત કરી નાખી છે. શહેરના વોર્ડ નંબર 1માં જે પ્રકારે પાણીનો સંપ બનાવ્યોને હજુ તો પાંચેક મહિના થયા ત્યાં સાંપના મોટી તિરાડો દેખાવા લાગી છે જેના લીધે પાણી સ્ટ્રોક માટેનો આ સંપ વરસોવરસ ચાલવાની ગેરંટી કે રીતે મળે ? આ સાથે જી.યુ.ડી.સી દ્વારા જે પાઇપ લાઇન નાખવામાં આવી છે તેને ધારાધોરણ મુજબ ઉંધી પાઇપ લાઇન નાખવાને બદલે સામાન્ય ખાડા ખોદી પાઇપો નાખી દેવામાં આવી છે. જોકે જી.યુ.ડી.સી દ્વારા હજુ તો કામ શરૂ કરવાની સાથે ભ્રષ્ટાચાર પણ શરૂ કરી દેતા શાસક પક્ષ પણ નારાજ હોવાનું ગણગણાટ છે પરંતુ એક પણ પાલિકાનો એક પણ સભ્ય ખુલીને ભેસ્તાચારના વિરુધ્ધમાં અવાજ ઉઠાવવા માટે રાજી નથી જેના લીધે કરોડો રૂપિયાના કામમાં લાખ્ખોની ભ્રષ્ટાચાર થતો હોવાની આખોય સ્કીમ ઘડીને તેને અંજામ પણ આપવામાં આવી રહી છે.



