લોખંડ તથા ડીઝલ સહિત કુલ 33.58 લાખનો મુદ્દામાલ જપ્ત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
રાજ્યના ફોરલેન હાઇવે પર ઠેર ઠેર ઊભી કરેલી હોટલોના કમ્પાઉન્ડમાં ગેરકાયદેસર પ્રવૃતિ ચાલતી હોવાનું અનેક વખત સામે આવ્યું છે ત્યારે ફરી એક વખત લીંબડી – રાજકોટ હાઈવે પર વૃંદાવન હોટલના કમ્પાઉન્ડમાં ચાલતા ડીઝલ અને લોખંડ ચોરીના આખાય નેટવર્કનો પર્દાફાસ કરવામાં આવ્યો છે આ વખતે ગાંધીનગર એસ.એમ.સી ટીમ દ્વારા હોટલના કમ્પાઉન્ડમાં દરોડો કરી એક પતરાની ઓરડીમાંથી ડીઝલનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું સામે આવ્યું હતું આ સાથે હોટલની આડમાં હાઇવે પરથી નીકળતા ટ્રકોમાંથી લોખડ પણ ઉતારવામાં આવતું હતું. એસ.એમ.સી ટીમ દ્વારા દરોડા દરમિયાન બે લોખંડ ભરેલા ટ્રક, ડીઝલ ભરેલા બે ટેન્કર અને એક ટ્રક સહિત કુલ 33.58 લાખનો મુદામાલ જપ્ત કરી પૃથ્વીરાજસિહ ફતુભા ઝાલા, વિશાલ ઘનશ્યામભાઈ જામોડ , પ્રકાશ વીરસંગભાઈ રાતોજા, ભીખાભાઈ સુધાભાઈ દેગામા, ગોપાલ જીણાભાઇ ચૌહાણ, રવિરાજસિંહ રણજીતસિંહ ઝાલા તથા તનવીરસિંહ સહિતનાઓ વિરુદ્ધ લીમડી પોલીસ મથકે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.