જુગારના 79 દરોડામાં 80 લાખની રોકડ સહિત 3.63 કરોડનો મુદ્દામાલ જપ્ત
વિવિધ રાજ્ય ઉપરાંત વિદેશથી વૉન્ટેડ 92 આરોપીને પકડી લીધા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સ્ટેટ મોનીટરીંગ સેલએ વર્ષ 2024 દરમ્યાન રૂ.22.52 કરોડનો દારૂ જપ્ત કર્યો. આખુ વર્ષ ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી ડીઆઇજી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલ કડક કામગીરી કરતુ રહ્યું. એસએમસીની જુદી જુદી ટીમોએ ડીવાયએસપી કે. ટી. કામરીયાની સૂઝબુઝથી સ્થાનિક પોલીસને ઊંઘતી ઝડપી અનેક સ્થળે દરોડા પાડ્યા, આરોપીઓ – બુટલેગરો સાથે મીલીભગત કરનાર પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી પણ કરી છે. જે વર્ષ દરમિયાન ચર્ચામાં રહી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલ સમગ્ર ગુજરાત રાજ્યના તમામ જિલ્લામાં સ્થાનિક પોલીસની મીલીભગત કે જાણ બહાર ચાલતા દારૂના અડ્ડા અને મોટા પ્રમાણમાં થતી હેરફેરની પ્રવૃત્તિ સામે કાર્યવાહી કરે છે. જુગારના અખાડાઓ પણ ઝડપે છે. ઉપરાંત લાંબા સમયથી નસતા ફરતા વિવિધ ગુનાના આરોપીઓને ઝડપી લેવાનું કામ પણ કરે છે. આ સિવાય ખાસ કિસ્સામાં ડીજીપી જે કેસ સોંપે તેમાં કામગીરી કરે છે વર્ષ 2024માં એસએમસીએ રાજ્યમાં દારૂ અને જુગારના નોંધપાત્ર કેસ કર્યાં છે. જેમાં વડોદરા શહેરમાં 1.47 કરોડનો રાજ્યનો સોથી વધુ દારૂ જપ્ત કરેલ. અમદાવાદ શહેરમાં 61 લાખ, અમદાવાદ ગ્રામ્યમાં 90 લાખ, સુરતમાં 51 લાખ, રાજકોટ શહેરમાં માત્ર 48 લાખ, રાજકોટ ગ્રામ્યમાં 2.49 લાખનો વિદેશી દારૂ જપ્ત કરાયો હતો. વિવિધ રેન્જ મુજબ જોઈએ તો સુરત રેન્જમાં સૌથી વધારે 3.92 કરોડ, રાજકોટ રેન્જમાં 3.64 કરોડ, ભાવનગર રેન્જમાં 1.35 કરોડ, જૂનાગઢ રેન્જમાં 12.59 લાખનો દારૂ જપ્ત કરાયો હતો. આ સાથે ગત વર્ષે 22.52 કરોડ રૂપિયાનો વિદેશી દારૂ સમગ્ર રાજ્યમાંથી જપ્ત કરીને કાર્યવાહી કરવામાં આવી હતી. વર્ષમાં એસએમસીએ દારૂના 455 કેસ કર્યાં. જેમાં 347 જેટલા ક્વોલીટી કેસ હતા. ડીઆઇજી નિર્લિપ્ત રાય અને ડીવાયએસી કે. ટી. કામરીયાએ સમગ્ર રાજ્યમાં બાતમીદારોનું નેટવર્ક મજબૂત કર્યું છે. જેના આધારે દારૂ પકડવાની કામગીરીમાં અનેક સ્થાનિક પોલીસ અધિકારીઓને સસ્પેન્ડ થવાથી માંડીને કાયદાકીય કાર્યવાહીનો સામનો કરવો પડયો છે.
દારૂ, સટ્ટા બેટિંગ સહિતના વિવિધ ગુનાઓમાં સંડોવાયેલા 92 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા. ગુજરાતમાંથી 76 આરોપીઓ અને અન્ય રાજ્યોમાંથી 16 વોન્ટેડ આરોપીઓને ઝડપી લેવાયા હતા. જુગારની કામગીરીમાં રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લામાં 79 દરોડા પાડી ગુના નોંધીને 80.47 લાખની રોકડ સહિત કુલ રૂપિયા 3.63 કરોડનો મુદ્દામાલ પકડ્યો હતો. રાજકોટ રેન્જમાં જુગારના નવ કેસમાં 27.27 લાખની રોકડ સહિત 1.32 કરોડનો મુદ્દામાલ અને રાજકોટ શહેરમાં 2 દરોડામાં 2.42 લાખની રોકડ અને રૂ.13.83નો કુલ મુદ્દામાલ પકડ્યો હતો સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા વર્ષ 2024 માં કરેલ અન્ય કામગીરીમાં તપાસમાં રહેલ ગુનાઓમાં સને-2024માં ર આરોપીઓ વિરૂધ્ધ લુક આઉટ સર્કયુલર જારી કરેલ હતા. જેમાં દુબઈ ખાતે રહેતા પાર્થ કમલેશભાઈ દોષીને પંજાબ રાજ્યના અમૃતસર એરપોર્ટ ઉપરથી અટક કરવામાં આવેલ હતો. 2 આરોપીઓ વિરૂધ્ધ રેડ કોર્નર નોટીસ જારી કરાવવમાં આવેલ છે.
સ્ટેટ મોનીટરીંગ સેલમાં તપાસમાં રહેલ ગુનાઓમાં સને-2024 માં 1 પ્રત્યાર્પણ દરખાત કરવામાં આવેલ હતી. જેમાં નાસતો ફરતો આરોપી દિપક ઉર્ફે ડીલક્ષ ધીરજલાલ ઠકકરનાને પ્રત્યાર્પણ સંધિ આધારે દુબઈ ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે.



