જુગારધામ પર દરોડા દરમિયાન 10 શખ્સો ઝડપાયા, 2 ફરાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર જીલ્લા પર ગાંધીનગર SMC ટીમ એક બાદ એક ધોંસ જમાવી સ્થાનિક પોલીસ પર શંકા ઉપજાવે તે પ્રકારના દરોડા કરી રહી છે. તેવામાં વિદેશી દારૂ ભરેલ વાહનો પકડી હવે જિલ્લામાં ચાલતા જુગાર ધામ પર પણ SMC દ્વારા દરોડો કરતા સ્થાનિક પોલીસ સામે અનેક સવાલો ઉભા થયા છે. જેમાં દસાડા તાલુકાના વડગામ ગામ નજીક સીમ વિસ્તારમાં ચાલતા જુગાર ધમ પર દરોડો કરી કુલ 4.79 લાખ રૂપિયાની મત્તા સાથે દશ જેટલા જુગારીઓને ઝડપી લીધા છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર દસાડા – શંખેશ્ર્વર રોડ પર વડગામ નજીક સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો રૂપિયા વતી હારજીતનો જુગાર રમતા ઉજવણી બાતમીના આધારે ગાંધીનગર જખઈ ટીમ ત્રાટકી હતી. જે દરોડા દરમિયાન જાહેરમાં જુગાર રમતા કુલ દશ શખ્સોને ઝડપી પાડી રોકડ 1,41,460/- રૂપિયા, મોબાઇલ નંગ 10 કિંમત 53,000 રૂપિયા, વાહન ત્રણ કિંમત 2.85 લાખ રૂપિયા, બે પાણીના જગ તથા એક તાળપત્રી કિંમત 300/- રૂપિયા સહિત કુલ 4,79,760/- રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી તમામ દશ શખ્સોને દશાડ પોલીસ સ્ટેશન સોંપવામાં આવ્યા છે જ્યારે જખઈ દ્વારા જુગાર ધામ અંગે દરોડા દરમિયાન (1) રાજદીપસિંહ ભાથીજી ઝાલા, રહે: ઝીંઝુવાડા, રાસણી પાટી, રામજી મંદિર પાસે, તા.પાટડી, સુરેન્દ્રનગર (જુગાર ચાલવનાર) (2) રવિ મહેન્દ્રકુમાર ગજ્જર, રહે.92/8 પરશોતમનગર, ભવનાથ સોસાયટી, ઘાટલોડિયા, અમદાવાદ મૂળ : આદરીયાણા, ડાભીયા વાસ, તા.પાટડી, સુરેન્દ્રનગર (3) જેઠાભાઈ જુહાભાઈ રાઠોડ રહે.વડગામ, વણકર વાસ, તા.પાટડી, સુરેન્દ્રનગર (4) જીગરસિંહ ઉર્ફે જીગો વનરાજસિંહ ઝાલા, રહે: ઝીંઝુવાડા, રાસણી પાટી, રામાજી મંદિર પાસે, તા.પાટડી, સુરેન્દ્રનગર (પાસા ફેકી જુગાર રમાડનાર) (5) રસિક વિરમભાઈ રાઠોડ, રેસી, વડગામ, વણકર વાસ, તા.પાટડી, સુરેન્દ્રનગર (6) વિશાલ ભરતભાઈ ઓડ, રહે, વડગામ, વણકર વાસ, તા.પાટડી, સુરેન્દ્રનગર (7) સંજયકુમાર પ્રભુભાઈ ઓડ, રહે. વાલેવાડા, બ્રામણ વાસ તા. પાટડી, સુરેન્દ્રનગર (8) વિનોદભાઈ ગગાભાઈ ઠાકોર, રહે. પગી વાસ, વડગામ, તા.પાટડી, સુરેન્દ્રનગર (9) રસીકભાઈ ગાંડાભાઈ ઠાકોર, રેસી, પગીવાસ, વડગામ તા.પાટડી, સુરેન્દ્રનગર (10) મનુભાઈ બાબાભાઈ રાઠોડ રહે, ભાંગીવાસ, વડગામ તા.પાટડી, સુરેન્દ્રનગર જુગાર રમતા પકડાયા હતા. જયારે બે શખ્સો નાશી છૂટયા હતા. જેથી કુલ 12 વિરૂદ્ધ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.