48 લાખનો 12598 બોટલ દારૂ સહિત 72 લાખનો મુદ્દામાલ જપ્ત
પોરબંદર પહોંચે તે પૂર્વે દારેડના ડ્રાયવરની ધરપકડ : છની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.28
રાજકોટની ભાગોળે માલીયાસણ પાસે વધુ એક વખત સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી દારૂનો મોટો જથ્થો ઝડપી લીધો છે રાજકોટ-અમદાવાદ હાઈવે પર હોર્ન ઓકે હોટલ પાસે વોચ ગોઠવી 48 લાખની કિમતનો 12598 બોટલ દારૂ ભરેલો ટ્રક સાથે દરેડના શખ્સને ઝડપી લઈ જાંનાગર પંથકના 6 શખ્સોની શોધખોળ હાથ ધરી છે પોરબંદર પહોંચે તે પૂર્વે જ પોલીસે પકડી પાડયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની કડક કાર્યવાહીથી ગુજરાતભરમાં ગુનેગારો થરથર ધ્રુજે છે ત્યારે ડીજીપી વિકાસ સહાયની સૂચનાથી સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરીયાના માર્ગદર્શન હેઠળ એસએમસીની ટીમ રાજયના વિવિધ ભાગોમાં એકિટવ છે ત્યારે એસએમસીના પીએસઆઈ એ.વી. પટેલની ટીમ રાજકોટ વિસ્તારમાં વોચમાં હતી ત્યારે બાતમી મળતા અમદાવાદ હાઈવે પર હોર્ન ઓકે હોટલ, માલીયાસણ ગામ નજીક વોચ ગોઠવી હતી અને દારૂની 12598 બોટલ ભરેલ ટ્રક ઝડપી લીધો હતો પોલીસે દારૂ, ટ્રક, મોબાઈલ સહિત 72 લાખ 91 હજારનો મુદામાલ કબજે કર્યો હતો જેમાં ચાલકનું નામઠામ પૂછતાં જામનગરના દરેડનો ભાવેશ નાથા મોરી હોવાનું જણાવતા તેની ધરપકડ કરી હતી તેની પુછપરછમાં માહિતી મળી હતી કે દારૂ પંજાબથી ભરી પોરબંદર લઈ જવાનો હતો વધુ પૂછતાછમાં જામનગર પંથકના દારૂનો ધંધો કરનાર અરજણ આલા કોડીયાતર, બધા જોરા શામળા, દારૂના ધંધાનો હિસાબ રાખનાર ભરત ઉર્ફે જીગો સુમા કોડીયાતર ટ્રક માલિકે જે દારૂ ભરવા સાથે ગયેલો તે નાથા બીજલ સવઢારીયા અને પંજાબથી દારૂ ભરી આપનાર અજાણ્યા શખ્સ એમ 6 લોકો સામે ગુનો દાખલ કરાયો હતો અને અન્ય આરોપીની શોધખોળ હાથ ધરાઈ હતી.