જામવાડી GIDC પાસે આવેલા ગેરકાયદે બાયો ડીઝલના પંપ પરથી 7 હજાર લિટર અને કાગવડ નજીક 25 લિટર બાયોડીઝલનો જથ્થો સિઝ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
- Advertisement -
ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર ગુજરાતમાં બાયોડીઝલનાં સીધા વેંચાણ પર રોક લગાવી દેવાનો હુકમ કર્યો હતો ત્યારબાદ આજ દિનનાં આ નિર્ણયને 3 વર્ષ વીતી ચુક્યા હોવા છતાં ગુજરાતમાં ઠેક-ઠેકાણે બાયોડીઝલનાં કાળો કારોબાર તંત્રની રહેમનજર હેઠળ ધમધમી રહ્યો છે. ત્યારે જખઈનાં એસપી નિર્લિપ્ત રાયને મળેલી બાતમીનાં આધારે જખઈ ની ટીમે ઉુતા કામરીયાનાં માર્ગદર્શન હેઠળ રેડ કરતા ગોંડલના જામવાડી GIDC પાસે આવેલ ગેરકાયદે બાયો ડીઝલના પંપ પરથી 7 હજાર લીટર બાયોડિઝલ અને કાગવડ નજીક 25 લીટર બાયોડિઝલ નો જથ્થો સિઝ કરવામાં આવ્યો છે. બન્ને જગ્યા પરથી 9 શખ્સોને લાખો રૂપિયાના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. જખઈ નાં એસપી નિર્લિપ્ત રાયને મળેલી બાતમીનાં આધારે જખઈ ની ટીમે ઉુતા કામરીયાનાં માર્ગદર્શન હેઠળ રેડ કરતા બાયોડીઝલનાં હબ માનતા સૌરાષ્ટ્રનાં ગોંડલમાં જામવાડી જીઆઈડીસી નજીક ગોંડલ જેતપુર હાઈવે પર આવેલ કનૈયા હોટલનાં પાછળનાં ભાગમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પર સ્ટેટ મોનીટરીંગ સેલ અને ગાંધીનગરનાં પુરવઠા વિભાગની ટીમ ત્રાટકી હતી અને આ જગ્યાએથી ગેરકાયદેસર 7 હજાર લીટર બાયોડીઝલ કિંમત 5,08000/- ત્રણ મોબાઈલ કિંમત 70,000/- એક ટેન્કર અને એક જયુપીટર કિંમત 8,30,000/- રોકડ રકમ 19,370/- એક ટેન્કર (ટાંકો) કિંમત 80,000/- અંડરગ્રાઉન્ડ ડીઝલ સ્ટોરેજના બે સ્ટીલ ટેન્ક કિંમત 50,000/- ડીઝલ વેચાણ ના ત્રણ મશીન કિંમત 90,000/- ઇલેક્ટ્રીક મોટર 1000/- રૂપિયા ગણવાનું મશીન 5000/- બે સીલ બંધ એલ્યુમિનિયમ ક્ધટેનર કિંમત 2000/- એક નોઝલ કિંમત 1000/- એક કેલ્ક્યુલેટર કિંમત 100 મળી કુલ 16,56,470 /- ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો પમ્પ માલિક ભરત ભુદરજી બકરાણીયા, વેચાણ કરનાર નોકરિયાત સાવન રજનીકાંત સુરેજા, ટેન્કર ડ્રાઈવર અકીલ સતાર બિલખિયા ને પકડી પાડવામાં આવ્યા છે જ્યારે બાયોડિઝલ સપ્લાયર કમલેશ ગણાત્રા રહે રાજકોટ અને મોહંમદ તૌફિક મેમણ રહે અમદાવાદ વાળાને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
ઉપરાંત ગોંડલ જેતપુર હાઈવે પર કાગવડ ગામના પાટીયા પાસે આવેલ ધ ગ્રાન્ડ ખોડલ હોટલ અને વચ્છરાજ હોટલનાં ગ્રાઉન્ડમાં ધમધમી રહેલા બાયોડીઝલ પંપ પરથી ગેરકાયદેસર 25170 લીટર બાયોડિઝલ કિંમત 18,12,240/- છ મોબાઈલ કિંમત 30,000/- બે ટ્રક અને બે કાર કિંમત 25 લાખ, રોકડ રકમ 5,45,710/- ત્રણ ડીઝલ સ્ટોરેજ ના ટેન્ક કિંમત 80,000/- ડીઝલ વેચાણ ના ચાર મશીન કિંમત 2 લાખ, બે જનરેટર કિંમત 40,000/- મળી કુલ 52,07,950/- ના મુદામાલ કબ્જે કરવામાં આવ્યો અને 6 શખ્સો જેમાં ડીઝલ નો બિઝનેસ કરનાર ગિરીશ હસમુખ ઠાકર રહે ગોંડલ, મૌલિક હસમુખ વ્યાસ રહે રાજકોટ, નોકરી કરનાર પ્રકાશ હરેશ ભેડા રહે કાગવડ, ચંદન દિલીપ પડાલિયા રહે ગોંડલ, ટ્રક માલિક સબીર યુસુફ ઘડા રહે રાજકોટ, આદમ સુમર દોઢિયા રહે જેતપુર વાળા ની ધરપકડ કરવામાં આવી છે જ્યારે બાયો ડીઝલ મોકલનાર કમલેશ ગણાત્રા, બિઝનેશ પાર્ટનર હસમુખ (ભાણાભાઈ) ભુદરભાઈ વ્યાસ અને સોયબ ઉર્ફે અચુ સલીમ સોલંકી ને પકડવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં બાયોડીઝલનાં હબ તરીકે ગોંડલને ઓળખવામાં આવે છે. ત્યારે ગોંડલમાં અનેક જગ્યાએ આ ગેરકાયદે બાયોડીઝલનાં હાટડાઓ ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ તમામ હાટડાઓ પર રેઇડ કરવા માટે ગાંધીનગરથી સ્ટેટ મોનીટરીંગ સેલ અને પુરવઠા વિભાગને આવવું ફરજીયાત બનતું હોય તો એ સ્પષ્ટ કહી શકાય કે ગોંડલમાં ચાલતો બાયોડીઝલનો કાળો કારોબાર તંત્રની રહેમનજર હેઠળ જ ચાલી રહ્યો છે અને આ કાળા કારોબારને પડદા પાછળ તંત્રનું સમર્થન છે. તાજેતરમાં ફાયર સેફટી વિના રાજકોટમાં ચાલતા ઝછઙ અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં 27 નિર્દોષોના મુત્ર્યું થયા છે. ત્યારે આ ગેરકાયદેસર બાયોડીઝલનાં કાળા કારોબારને લઈને ભવિષ્યમાં જો કોઈ જાન-હાની સર્જાશે તો તેની જવાબદારી કોણ લેશે? તે સૌથી મહત્વનો પ્રશ્ન છે.