આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ સીટ મુદ્દે અનેક પીડિત પરિવારોને મળ્યા અને જાણવા મળ્યું કે તમામ કાર્યવાહીના અંતે પરિણામ શૂન્ય
કાંકરિયા રાઇડ દુર્ઘટના, ઊના કાંડ, થાનગઢમાં દલિત હત્યાકાંડ, હરણી તળાવ બોટ કાંડ, તક્ષશિલા અગ્નિકાંડ અને બોટાદ લઠ્ઠા કાંડના પીડિતોને આજ સુધી ન્યાય મળ્યો નથી
- Advertisement -
જ્યાં સુધી આઈએએસ આઈપીએસ કક્ષાના અધિકારીઓની ધરપકડ નહીં થાય ત્યાં સુધી ગુજરાતમાં આવી ઘટનાઓ રોકાશે નહીં: ઈસુદાન ગઢવી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.17
આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ ગઢવીએ રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, જ્યારે પણ કોઈ ગંભીર ઘટના ઘટે છે ત્યારે સરકાર કહે છે કે સીટની રચના કરવામાં આવશે અને આજે હું આ સીટ મુદ્દે જ મોટા ખુલાસો કરવા જઈ રહ્યો છું. ગુજરાતની જે જે ગંભીર ઘટનાઓ પર સીટની રચના કરવામાં આવી હતી, તે સીટ દ્વારા કરવામાં આવેલ કામની જાણકારી મેળવવા માટે અમે નક્કી કર્યું કે આમ આદમી પાર્ટીનું પ્રતિનિધિ મંડળ પરિવારો ની મુલાકાત લેશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પટેલએ વાતનું દુ:ખ વ્યક્ત કરતા હોય છે કે તેઓ ગુજરાતમાં એક સીટ આવી ગયા અને તેની જવાબદારી પોતે લેતા હોય છે પરંતુ ગુજરાતમાં જે ગંભીર ઘટનાઓ ઘટી તેની જવાબદારીઓ તે ક્યારે સ્વીકારશે. ગૃહ મંત્રી હર્ષ સંઘવી કહેતા હોય છે કે રોંગ સાઈડમાં જનાર લોકોના લાયસન્સ કેન્સલ થશે પરંતુ જે સરકારના કારણે લોકો જીવતા સળગી ગયા તે સરકારના લાયસન્સ ક્યારે કેન્સલ થશે? આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ સીટ મુદ્દે અનેક વિવિધ પરિવારોને મળ્યા અને જાણવા મળ્યું કે તમામ કાર્યવાહીના અંતે પરિણામ શૂન્ય આવ્યું છે તે મુદ્દા પર અમે આજે કેટલાક રિપોર્ટ રજૂ કરવા જઈ રહ્યા છીએ.
- Advertisement -
તારીખ 12/06/2024, બુધવારના રોજ કાંકરિયા રાઈડ દુર્ઘટનાના પિડીત પરિવારને શું ન્યાય મળ્યો કે નહીં, આ બાબતે આમ આદમી પાર્ટીના મધ્યમના કાર્યકારી પ્રમુખ ડો. જ્વેલબેન વસરા, ઝાહિદભાઈ મેમણના પિતા રફીક ભાઈ મેમણ સાથે રૂબરૂ મુલાકાત લીધી હતી, તેમાં અમદાવાદ શહેર ઉપપ્રમુખ જતીન પટેલ, અમદાવાદ શહેર ઓબીસી શહેર પ્રમુખ દિનેશભાઈ ટાંક, માઈનોરીટી સેલના શહેર પ્રમુખ ગુલામ ફરીદ, બહેરામપુરા વોર્ડ પ્રમુખ ફરીદભાઈ રંગરેજ તથા બહેરામપુરા વોર્ડના સાથીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
વર્ષ-2019ના જૂલાઈ માસમાં કાંકરિયા ખાતે રાઈડ દુર્ઘટના બની હતી.જેમાં બે લોકોના મોત થયા હતા.29થી વધુ લોકો ગંભીર ઈજાગ્રસ્ત થયા હતા. દુર્ઘટના બાદ રાઈડ સંચાલક એવા સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ના માલિક અને તેમના પુત્રની ધરપકડ કરાઈ હતી.
એક વર્ષથી વધુ સમય કારાવાસમા રહયા બાદ જામીનમુકત થયેલા સુપરસ્ટાર એમ્યુઝમેન્ટને 12 હજાર ચોરસ વાર જગ્યામાં વર્ષો પહેલા બનાવવામા આવેલી બાલવાટીકા ડેવલપમેન્ટના નામે ભાજપ સત્તાધીશોએ તાસકમાં ધરી દીધી છે. પાંચ વર્ષ અગાઉ બનેલી રાઈડ દુર્ઘટનાને લઈ હજુ સુધી મ્યુનિ.શાસકપક્ષ તરફથી સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કને બ્લેકલિસ્ટ કરવાની તસ્દી સુધ્ધા લીધી નથી. કાંકરિયા ખાતે જલધારા વોટરપાર્ક બાદ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કને રુપિયા 15.50 કરોડના ખર્ચથી બાલવાટીકા નવીનીકરણના નામે સોંપવાનો નિર્ણય મ્યુનિ.ભાજપમાં પણ ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.
અમરાઈવાડી વોર્ડના ભાજપના પૂર્વ કોર્પોરેટરના ભાઈ સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ના માલિક-પ્રોપરાયટર છે.વર્ષ-2019માં 19 જૂલાઈના રોજ સાંજે પાંચ કલાકના સુમારે રાઈડ તૂટી પડી હતી.આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્ય અને દેશભરમાં પડયા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાનમા લઈ એ સમયની તત્કાલિન રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી અમદાવાદ સહિત સમગ્ર રાજયમાં ખાનગી ઓપરેટરો દ્વારા ચલાવવામા આવતી તમામ નાની-મોટી રાઈડ બંધ કરાવી, રાઈડ દુર્ઘટના મામલે તપાસ શરુ કરી હતી. દરમિયાન સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ના સંચાલકને જેલ ભેગા કરવામા આવ્યા બાદ ભાજપના નેતાઓએ છેક સરકાર સુધી તેમની મુકિત માટે દબાણ શરુ કર્યુ હતુ. રાજય સરકારના આર.એન્ડ બી.દ્વારા રાઈડ દુર્ઘટના બાદ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડની અનેક ક્ષતિ એ સમયે તપાસમાં બહાર આવી હતી.કાંકરિયા ખાતે જલધારા વોટર પાર્ક અગાઉ ઘણી વખત વિવાદમા આવી ચૂકયો છે.
વર્તમાન ભાજપના સત્તાધીશોએ ગુરુવારે લોકસભા ચૂંટણી અગાઉની છેલ્લી સ્ટેન્ડિંગ કમિટિમાં બાલવાટીકા ડેવલપ કરવાના નામે વિવાદાસ્પદ એવા સુપરસ્ટાર એમ્યુઝમેન્ટ પ્રા.લી.ને પધરાવી દેવાનો નિર્ણય કરાયો હતો. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ કિસાન સેલ પ્રમુખ રાજૂભાઈ કરપડા, અમૃત મકવાણા સહિત સુરેન્દ્રનગર જીલ્લાની ટીમ દ્વારા રૂબરૂ મુલાકાત લેવામાં આવી. વર્ષ 2012માં સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢમાં દલિત હત્યાકાંડ થયેલો જેમાં પોલીસ દ્વારા થયેલા ગોળીબારથી 3 યુવાનના મોત નીપજ્યા હતા..!એ વખતે કુલ ત્રણ એફ.આઇ આર દાખલ કરવામાં આવી હતી. જે પૈકી માત્ર એક એફ.આરની ચાર્જશીટ તૈયાર થઈ છે આ ઘટનાને 12 વર્ષ થયા છતાં 2 એફ.આઇ.આરની ચાર્જશીટ પણ બની નથી. તંત્ર અને સરકાર દ્રારા આરોપીઓને બચાવવા માટે પ્રયત્ન થતા પીડીત પરિવાર 2016માં ગાંધીનગર ખાતે 38 દિવસના ધારણા કરેલા ત્યારે ઘટનાના 4 વર્ષ પછી ગૃહમંત્રીના અધ્યક્ષ સ્થાને સંજય પ્રસાદ, અનુપમા ગહેલોત, પરીક્ષિતા રાઠોડ અને તરૂણ દુગ્ગલ જેવા ઉચ્ચ અધિકારીઓની જઈંઝની રચના કરી આક્રોશ ખાળવાના પ્રયત્ન કરવામાં આવેલા..! ખરેખર જ SITની રચના થી ફરિયાદીને શું ફાયદો થયો? એ મુદ્દે “આમ આદમી પાર્ટી” પ્રતિનિધિ મંડળ જેમાં રાજુભાઈ કરપડા, અમૃતભાઈ મકવાણા, દીપકભાઈ ચીહલા, દેવકરણભાઈ જોગરાણા, કે.પી.વાઘેલા, અજીતભાઈ ખોરાણી સહિત આગેવાનોએ પરિવારની તારીખ: 12/06/2024ના રોજ પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.
પીડિતો પાસેથી જાણવા મળ્યું કે જઈંઝની રચના બાદ પણ હજુ સુધી બે હત્યાના આરોપીઓ પકડાયા નથી, એક હત્યાના આરોપી સહિત 3ને પકડવામાં આવ્યા જેઓને તુરંત જ 6 મહિના બાદ જામીન પર છોડી મૂકવામાં આવ્યા જેઓ આજે પ્રમોશન લઈને ખૂબ સારી પોસ્ટ ઉપર અધિકારીઓ બેઠા છે.
બીજા 2 હત્યાના કોઈ આરોપીને હજુ સુધી પકડવામાં આવ્યા નથી અને પરિવારને SITનો રિપોર્ટ બતાવવામાં આવતો નથી..! પીડીત પરિવારને સરકાર દ્રારા જમીન અને આર્થિક સહાય આપવામાં આવી પણ ન્યાય મળ્યો નથી કે આરોપીને કોઈ પ્રકારની સજા થઈ નથી . એસ.આઈ.ટીની રચના થઈ છે પણ કોઈ ન્યાય મળ્યો નથી. ઉનામાં દલિત સમાજના યુવાનોને જાહેરમાં ઢોર માર મારવામાં આવ્યો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલના પ્રમુખ રાજુભાઈ કરપડા, દલિત સાહિત્યકાર અને પ્રદેશ સંગઠન મંત્રી અમૃતભાઈ મકવાણા, જુનાગઢ જિલ્લા સંગઠન પ્રમુખ રાજુભાઈ બોર ખતરીયા અને ગીર સોમનાથ જિલ્લા સંગઠન પ્રમુખ રામાભાઇ વાજાએ પુના દલિત અત્યાચારના પીડિતોની મુલાકાત લીધી હતી.