રાજ્યસભામાંથી વિપક્ષનો વૉકઆઉટ, અમેરિકા-ભારત ટ્રેડ ડીલ પર ચર્ચાની માંગ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
સંસદના બજેટ સત્રનો મંગળવારે પાંચમો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો, પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકર બિરલાએ લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી હતી. ગૃહ ફક્ત 8 મિનિટ માટે જ ચાલ્યું. 12 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરુ થતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો. ગૃહની કાર્યવાહી બીજી વખત માત્ર 13 મિનિટ ચાલી. આ દરમિયાન, વિપક્ષના સાંસદોએ અમેરિકા-ભારત ટ્રેડ ડીલ અંગે ગૃહની બહાર સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકરે ગૃહને બપોરે 2 વાગ્યા સુધી સ્થગિત કર્યુ હતું. લોકસભા સ્પીકરે વિપક્ષી સાંસદોને કહ્યું કે સૂત્રોચ્ચાર ખોટો અને નિયમોની વિરુદ્ધ છે. તેમ છતાં, વિપક્ષે હોબાળો ચાલુ રાખ્યો. સૂત્રોના જણાવ્યા મુજબ, સ્પીકર ઓમ બિરલાએ કોંગ્રેસ અને ભાજપના સાંસદો સાથે હોબાળા અંગે બેઠક યોજી છે જેથી ગૃહ કોઈપણ અડચણ વિના ચાલી શકે. આજે સંસદના બંને ગૃહો, લોકસભા અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર ચર્ચા ચાલશે. આ પહેલા, સંસદ એનેક્સ બિલ્ડિંગમાં ગઉઅ સંસદીય પક્ષની બેઠક મળી છે. લોકસભા અને રાજ્યસભા બંનેના સાંસદો બેઠકમાં પહોંચી ગયા હતા. સંસદમાં ગઉઅ સંસદીય પક્ષની બેઠકમાં, ગઉઅ સાંસદોએ ભારત-અમેરિકા સાથે ટ્રેડ ડીલ પર ઙખ મોદીને અભિનંદન આપ્યા. તેમનું હાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું.
લોકસભામાં રાહુલની સ્પીચ પર સતત બીજા દિવસે પણ હોબાળો: લોકસભાની કાર્યવાહી 3 વાગ્યા સુધી સ્થગિત
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર સતત બીજા દિવસે પણ ભારે હોબાળો થયો. બપોરે 2 વાગ્યે રાહુલે ગૃહમાં પૂર્વ આર્મી ચીફના અપ્રકાશિત પુસ્તકમાંથી એક આર્ટિકલ રજૂ કર્યો. રાહુલે કહ્યું-‘મને બોલવા દો.’
તેમણે આ વાત કહેતાની સાથે જ ગઉઅ સાંસદોએ તેમને ટોકવાનું શરૂ કરી દીધું. આજે તેમણે 14 મિનિટ સુધી બોલવાનો પ્રયાસ કર્યો. રાહુલે કહ્યું, ‘મને મંજુરી આપવામાં આવી રહી નથી. હું વિપક્ષનો નેતા છું. મેં રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે.’ હું તમને ફક્ત એ જ કહી રહ્યો છું કે ચીન અને ભારત વચ્ચે શું થયું. પૂર્વી લદ્દાખમાં આપણા સૈનિકો શહીદ થયા. ત્યારબાદ સંસદની કાર્યવાહી બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.
સંસદના બજેટ સત્રનો મંગળવારે પાંચમો દિવસ છે. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષે હોબાળો શરૂ કરી દીધો, પીએમ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. વિપક્ષના હોબાળાને કારણે સ્પીકર બિરલાએ લોકસભા બપોરે 12 વાગ્યા સુધી સ્થગિત કરી છે. ગૃહ ફક્ત 8 મિનિટ માટે જ ચાલ્યું. 12 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરુ થતા વિપક્ષે હોબાળો મચાવ્યો હતો.
સ્પીકરે બીજા એક સાંસદને બોલવા કહ્યું. તેમણે રાહુલને કહ્યું, ‘મેં વારંવાર વિપક્ષના નેતાને રાષ્ટ્રપતિના અભિભાષણ પર બોલવા કહ્યું છે. પરંતુ તેઓ બોલવા માંગતા નથી.’ ગૃહમાં ભારે હોબાળો થયો.
રાહુલે કહ્યું, ‘ભારત અને ચીન વચ્ચેના સંબંધો પર ચર્ચા કરવી મહત્વપૂર્ણ છે.’ આ પછી, કાર્યવાહી બપોરે 3 વાગ્યે સ્થગિત કરવામાં આવી. વર્તમાન કાર્યવાહી 14 મિનિટ ચાલી.
કોંગ્રેસના સાંસદ જેબી માથેરે કહ્યું, ‘એવું લાગે છે કે હવે એક પેટર્ન લાગી રહી છે કે ન તો સરકાર દ્વારા કે ન તો વડાપ્રધાન દ્વારા ભારતને ખબર નથી કે શું થઈ રહ્યું છે અથવા ડીલ શું છે.’ યુદ્ધવિરામની જાહેરાત હોય કે ટ્રેડ ડીલ, એવું લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ બધી જાહેરાતો કરી રહ્યા છે. તો શું આપણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકા સમક્ષ સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી લીધી છે? શું આપણી પોતાની કોઈ ઓળખ નથી?



