લાખો કટ્ટરપંથી મુસ્લિમો પહોંચ્યા મુંબઈ, રામગિરી મહારાજ-નિતેશ રાણેના નિવેદન પર મચાવ્યો હોબાળો
સૌજન્ય ઑપ ઈન્ડિયા, ગુજરાતી
- Advertisement -
ઇસ્લામિક કટ્ટરપંથીઓએ ફરી એકવાર ખુલ્લેઆમ હત્યા અને શિરચ્છેદની ધમકીઓ સાથે દેશની આર્થિક રાજધાનીને પાંગળી બનાવવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર મહારાષ્ટ્રમાંથી અને ગુજરાતના પણ અમુક વિસ્તારોમાંથી લાખો મુસ્લિમો મુંબઈ પહોંચ્યા હતા. મુસ્લિમોનું ટોળું ઈશનિંદાનો આરોપ લગાવીને ‘સર તન સે જુદા’ના નારા લગાવી રહ્યું હતું. કટ્ટરપંથી મુસ્લિમોની આ ભીડ ભાજપના નેતા નિતેશ રાણે અને સંત રામગિરી મહારાજ વિરુદ્ધ ઉશ્કેરણીજનક સૂત્રોચ્ચાર કરી રહી હતી. આ ટોળાની આગેવાની AIMIM નેતા ઈમ્તિયાઝ જલીલ કરી રહ્યો હતો. મુંબઈના ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે, મુંબઈની સરહદો પર લાખોની ભીડ એકઠી થઈ ગઈ છે. ટોળામાં હજારો વાહનો પણ સામેલ હતા. તથા વાહનો પર લીલા ઝંડા ફરકાવવામાં આવ્યા હતા. આ ભીડમાં ઘણા મૌલવીઓ પણ સામેલ હતા. સોશિયલ મીડિયા પર એક મૌલવીનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ઘણા લોકો મૌલવી સાથે હાથ મિલાવી રહ્યા છે. આ મૌલવીનું નામ સૈયદ મોઈન હોવાનું જાણવા મળ્યું હતું. તેની આસપાસ મુસ્લિમ યુવાનોની ભીડ એકઠી થઇ ગઈ હતી. મૌલવીની પાસે એકઠું થયેલુ મુસ્લિમ કટ્ટરપંથીઓનું ટોળું પહેલા ‘નારા-એ-તકબીર’, ‘અલ્લાહ-હુ-અકબર’ અને પછી ‘સર તન સે જુદા’ એવા નારા લગાવતું જોવા મળી રહ્યું છે. આ દરમિયાન મૌલવી તેમને રોકતા નથી અને કાફલો આગળ વધી રહ્યો હતો. બીજા એક વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે કે ત્યાં એકઠા થયેલા દરેક વાહનમાં 10-10 લોકો બેસીને મુંબઈ તરફ જઈ રહ્યા છે.
અહેવાલો અનુસાર, અઈંખઈંખના નેતા અને પૂર્વ સાંસદ ઈમ્તિયાઝ જલીલે મુસ્લિમોના આ ટોળાને મુંબઈ લઈ જવાની જાહેરાત હતી. તેણે મહારાષ્ટ્રના મુસ્લિમોને ‘ચલો મુંબઈ’નો નારો આપ્યો હતો. મુંબઈ તરફ આગળ વધી રહેલા મુસ્લિમોના ટોળાને રોકવા માટે મુંબઈ પોલીસે અનેક ટીમો તૈનાત કરી દીધી હતી. ટોળાને રોકવા મુંબઈની સરહદો પણ સીલ કરવામાં આવી હતી. થાણેની સરહદો પર પણ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
સ્વામી રામગિરી મહારાજ અને ભાજપ નેતા નિતેશ રાણેના નિવેદનને લઈને મુસ્લિમોનું ટોળું મુંબઈ પહોંચી ગયું છે. સ્વામી રામગિરી મહારાજે તાજેતરમાં તેમની સભામાં ઇસ્લામ અને પયગંબર મુહમ્મદ અંગે ટિપ્પણી કરી હતી. જેને મુસ્લિમોએ ઈસ્લામનું અપમાન માન્યું હતું અને તેમની ધરપકડની માંગણી શરૂ કરી હતી. મુસ્લિમોએ રામગિરી મહારાજને ધમકીઓ પણ અપાઈ હતી. આ બાદ ભાજપ નેતા નિતેશ રાણેએ સ્વામી રામગિરી મહારાજનું સમર્થન કર્યું હતું. આ ઘટનાને લઈને સ્વામી રામગિરી મહારાજે નિવેદન આપીને જણાવ્યું પણ હતું કે, તેમણે મુહમ્મદ પયગંબર અને ઇસ્લામ વિશે જે પણ ટિપ્પણી કરી છે, તે ઇસ્લામ મઝહબના પુસ્તકોમાં પણ આપેલ છે. જોકે, તેમ છતાં કટ્ટરપંથી મુસ્લિમો તેમનું ‘સર તન સે જુદા’ કરવાના નારા લગાવીને વિવિધ સ્થળોએ એકઠું થવા લાગ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ભાજપ નેતા નિતેશ રાણેએ મુસ્લિમોની ધમકીઓના જવાબમાં કહ્યું હતું કે, જો સ્વામી રામગિરી મહારાજને કોઈ નુકસાન થશે તો હિંદુઓ તેનો ચોક્સસપણે જવાબ આપશે. નિતેશ રાણેના એક-બે વધુ નિવેદનોને કારણે મુસ્લિમ ટોળું મુંબઈ કબજે કરવા આવી ગયું છે. પોલીસે મુંબઈમાં અનેક માર્ગો પણ બંધ કરી દીધા છે.
- Advertisement -
બીજી તરફ ધારાસભ્ય નિતેશ રાણે આ ટોળાથી ચિંતામુક્ત જણાઈ રહ્યા હતા. નિતેશ રાણેએ મંગળવારે (24 સપ્ટેમ્બર, 2024) સોશિયલ મીડિયા માધ્યમ ડ પર એક પોસ્ટ કરી હતી. જેમાં તેઓ એકદમ હળવા મૂડમાં હતા અને નાસ્તો કરવાની વાત કરી રહ્યા હતા.
નોંધવા જેવું છે કે, આ અગાઉ પણ મુસ્લિમોના ટોળાએ રામગિરી મહારાજના નિવેદનનો વિરોધ કરી કોટવાલી પોલીસ સ્ટેશન પર હુમલો કરી દીધો હતો. જેમાં પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા. નોંધનીય છે કે, આ પહેલા 2022માં ભાજપના પૂર્વ નેતા નૂપુર શર્મા વિરુદ્ધ ‘સર તન સે જુદા’ના નારા લાગ્યા હતા. ત્યારથી નૂપુર શર્માને સુરક્ષા સાથે રહેવું પડે છે. હિંદુ નેતા કમલેશ તિવારી વિરુદ્ધ પણ આવા જ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા, જેમની પાછળથી ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી હતી.