ભારતની સૌથી આધુનિક વંદેભારત ટ્રેનનું સ્લીપર વર્ઝન માર્ચ 2024થી લોન્ચ થવાનું છે. વિમાનના બિઝનેસ કલાસ જેવી લકઝરી-વૈભવ વંદેભારત ટ્રેનના સ્લીપર વર્ઝનમાં આપવામાં આવનાર છે.
કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે આજે આ સ્લીપર ટ્રેનના ફોટા સોશ્યલ મીડિયામાં શેર કર્યા હતા અને એવું ટવીટ કર્યુ હતું કે ‘કમીંગ શૂન…2024ના પ્રારંભે’ વંદેભારત ટ્રેનમાં હાલ સીટીંગ સુવિધા જ છે.
- Advertisement -
Concept train – Vande Bharat (sleeper version)
Coming soon… early 2024 pic.twitter.com/OPuGzB4pAk
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) October 3, 2023
- Advertisement -
એવા નિર્દેશો છે કે સ્લીપર વર્ઝનમાં બર્થ પહોળી રાખવામાં આવી છે. ઉપરાંત કોચ પણ અંદરથી સુશોભિત-લકઝરીયસ હશે. વિમાનની જેમ એર હોસ્ટેસ હશે. ટ્રેન-કોચમાં ટોઇલેટ સહિતની આધુનિક સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવશે.