1.14 લાખ મતદાન મથકો પર 11.4 લાખ પોલિંગ સ્ટાફ નિયુક્ત કરવામાં આવ્યો
અનેક દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ
- Advertisement -
લોકસભા ચૂંટણી અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે. પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને છઠ્ઠા તબક્કાનું આજે મતદાન છે. આ તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં હરિયાણાની બધી જ 10 અને દિલ્હીની બધી જ 7 બેઠકોનો સમાવેશ થાય છે. છઠ્ઠા તબક્કામાં 11 કરોડથી વધુ મતદારો કુલ 889 ઉમેદવારોનું ભાવી નિશ્ચિત કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રનૌત સહિતના ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે. લોકસભાની સાથે ઓડિશાની 42 વિધાનસભા બેઠકો પર પણ શનિવારે મતદાન થશે.
કયા રાજ્યમાં કેટલી બેઠક પર મતદાન?
સાત તબક્કાની લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાની બેઠકો ઉપરાંત ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળમાં જંગલ મહલ પ્રદેશ અને બિહારની 8-8, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર મતદાન થશે. છઠ્ઠા તબક્કામાં 5.84 કરોડ પુરુષો અને 5.29 કરોડ મહિલાઓ સહિત કુલ 11.13 કરોડ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવી શક્યતા છે. ચૂંટણી પંચે કુલ1.14 લાખ મતદાન મથકો પર 11.4 લાખ પોલિંગ અધિકારીઓ નિયુક્ત કર્યા છે.
- Advertisement -
છઠ્ઠા તબક્કામાં 1 વાગ્યા સુધીમાં સરેરાશ 39.13% મતદાન, સૌથી વધુ પ.બંગાળમાં
ચૂંટણી પંચે 1 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન પ.બંગાળમાં 54.80% નોંધાયું છે. જ્યારે ઓડિશામાં સૌથી ઓછું 35.69% નોંધાયું છે. સરેરાશ મતદાનની વાત કરીએ તો 1 વાગ્યા સુધીમાં 39.13% મતદાન નોંધાઈ ચૂક્યું છે.
ગાંધી પરિવારે કર્યું મતદાન, વોટિંગ બાદ રાહુલ ગાંધીએ ભાજપ પર સાધ્યું નિશાન
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન
કોંગ્રેસના દિગ્ગજ નેતા અને સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ મતદાન કર્યું હતું. તેમણે મતદાન કર્યા બાદ કહ્યું હતું કે અમે બંધારણ અને લોકશાહી માટે મતદાન કર્યું છે. રાહુલ ગાંધી દ્વારા આપ અને કેજરીવાલ દ્વારા કોંગ્રેસને વોટ આપવા અંગેના સવાલ પર તેમણે કહ્યું કે મને આ વાત પર ગર્વ છે.
છઠ્ઠા તબક્કામાં 9 વાગ્યા સુધીમાં સરેરાશ 10.82% મતદાન, સૌથી વધુ પ.બંગાળમાં
ચૂંટણીપંચે સવારે 9 વાગ્યા સુધીના મતદાનની ટકાવારીના આંકડા જાહેર કરી દીધા છે. અત્યાર સુધીમાં સૌથી વધુ મતદાન પ.બંગાળ રાજ્યમાં તો સૌથી ઓછું મતદાન ઓડિશામાં નોંધાયું છે. ઓડિશામાં વિધાનસભા ચૂંટણીનું પણ મતદાન ચાલી રહ્યું છે. જ્યારે સરેરાશ મતદાનની વાત કરીએ તો 10.82% નોંધાયું છે.
રાજ્ય | મતદાનની ટકાવારી |
બિહાર | 9.66% |
હરિયાણા | 8.31% |
જમ્મુ-કાશ્મીર | 8.89% |
ઝારખંડ | 11.74% |
દિલ્હી | 8.94% |
ઓડિશા | 7.43% |
યુપી | 12.33% |
પ.બંગાળ | 16.54% |
ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પણ પહોંચ્યા મતદાન કરવા…
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ કર્યું મતદાન….
મતદાન વચ્ચે પશ્ચિમ બંગાળમાં ફરી બબાલ, બે રાજકીય પક્ષોના કાર્યકરો બાખડ્યાં
પશ્ચિમ બંગાળમાં મતદાન પહેલા બે અલગ-અલગ ઘટનાઓએ ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નાર્થ ઉભા કર્યા છે. કારણ કે છઠ્ઠા તબક્કાના મતદાનના થોડા કલાકો પહેલા પૂર્વ મિદનાપુરમાં TMC કાર્યકરની હત્યા કરવામાં આવી હતી અને અન્ય એક TMC કાર્યકર ગંભીર રીતે ઘાયલ થયો હતો.
જમ્મ-કાશ્મીરમાં બબાલ, પીડીપી પ્રમુખ મહેબૂબા ધરણાં પર બેઠાં
જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં ચૂંટણી વચ્ચે માથાકૂટ થઇ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. અનંતનાગ-રાજૌરી બેઠક પર મતદાન વચ્ચે મહેબૂબા મુફ્તી અને તેમની પાર્ટીના નેતાઓ ધરણાં કરવા બેસી ગયા છે. પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબાનો આરોપ છે કે તેમની પાર્ટીના પોલિંગ એજન્ટ અને કાર્યકરોની કારણ વગર જ ધરપકડ કરી લેવામાં આવી છે.
જાણીતા ક્રિકેટર ગૌતમ ગંભીર વહેલી સવારે મતદાન કરવા પહોંચ્યા
જાણીતા સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે મતદારોમાં જાગૃકતા લાવવા માટે ફળોના રાજા તરીકે વખણાતી કેરીની મદદથી ઓડિશાના દરિયા કિનારે પુરીમાં આવેલા બીચ પર 500 કિલો કેરી અને રેતીની મદદથી સુંદર સ્કલ્પચર તૈયાર કર્યું હતું.
ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ હાઈ
અગ્નિમિત્રા પોલનો આરોપ- TMC અમારી મુવમેન્ટને ધીમી કરવાના પ્રયાસ કરી રહી છે
પશ્ચિમ બંગાળના મેદિનીપુરથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પૌલના કાફલાને પોલીસે ખડગપુરમાં અટકાવ્યો હતો. આ અંગે અગ્નિમિત્રાએ કહ્યું- અમારી મુવમેન્ટને ધીમી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ લોકો ટીએમસીના સમર્થક છે. તેઓ જાણી જોઈને અમને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે. મારી પાસે પરવાનગી છે, જે મેં પોલીસને બતાવી. પોલીસકર્મીઓનું કહેવું છે કે તેમને મંજુરીની હાર્ડ કોપીની જરૂર છે. અમે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરીશું.
કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ દિલ્હીમાં મતદાન કર્યું.

મતદાન બાદ તેમણે કહ્યું- અમારી પાસે હજુ 303 સીટો છે. જો બેઠકો 10% વધે તો 330 બેઠકો થશે, જો 15% વધે તો 345 બેઠકો થશે.
અમારી પાસે 37 સાથી પક્ષો છે, જો તેમાંથી અડધાને 2-3 બેઠકો મળે તો અમે સરળતાથી 400 બેઠકો પાર કરી જઈશું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છઠ્ઠા તબક્કાના મતદાન પહેલાં જ મતદારોને કરી અપીલ…
PM મોદીએ 4 ભાષાઓમાં પોસ્ટ કરીને લોકોને વોટ કરવાની અપીલ કરી
કેવી છે સુરક્ષા વ્યવસ્થા?
છઠ્ઠા તબક્કામાં મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે મતદાન થાય તે માટે 2222 ફ્લાઈંગ સ્ક્વોડ, 2295 સ્ટેટિક સર્વેલન્સ ટીમો, 819 વીડિયો સર્વેલન્સ ટીમો અને 569 વીડિયો વ્યુઈંગ ટીમો ગોઠવવામાં આવી છે. જોકે, ચૂંટણી પંચ માટે બંગાળમાં સ્થિતિ પડકારજનક છે. અહીં નંદિગ્રામમાં બુધવારે રાતે ભાજપની મહિલા કાર્યકરના મોત પછી સ્થિતિ તણાવપૂર્ણ છે. વધુમાં દરેક તબક્કાના મતદાનમાં પશ્ચિમ બંગાળમાં છુટી છવાઈ હિંસાએ ચૂંટણી પંચની ચિંતા વધારી છે.
અનેક દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં થશે કેદ
ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં ભાજપ સાથે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઈન્ડિયા બ્લોકના અન્ય પક્ષોના અનેક અગ્રણી નેતાઓનું નસીબ દાવ પર લાગ્યું છે. છઠ્ઠા તબક્કાના મતદાનમાં કુલ 58 બેઠકોમાંથી 15 બેઠકો પરની ચૂંટણી હાઈપ્રોફાઈલ હોવાનું મનાય છે, જેમાં ત્રણ પૂર્વ મુખ્યમંત્રીઓ અને ત્રણ કેન્દ્રીય મંત્રીઓનો સમાવેશ થાય છે. હરિયાણામાં મોટાભાગની બેઠકો પર ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. હરિયાણામાં કેન્દ્રિય મંત્રીઓ અને પૂર્વ મુખ્યમંત્રી ઉપરાંત મંડી બેઠક પરથી અભિનેત્રી કંગના રનૌતે પણ ચૂંટણી મેદાનમાં ઝુકાવ્યું છે ત્યારે આખા દેશની નજર આ બેઠક પર રહેશે. બીજીબાજુ હરિયાણાની કરનાલ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર તથા કુરુક્ષેત્ર બેઠક પરથી ઉદ્યોગપતિ નવીન જિંદાલ પહેલી વખત ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે. રોહતક બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા ચૂંટણી મેદાનમાં છે.
યુપીની કેટલી બેઠકો પર આજે મતદાન?
ઉત્તર પ્રદેશમાં 14 બેઠકો પર મતદાન થવાનું છે, જેમાં સુલતાનપુર, પ્રતાપગઢ, ફુલપુર, અલ્લાહાબાદ, આંબેડકરનગર, શ્રાવસ્તિ, ડોમરિયાગંજ, બસ્તી જેવી બેઠકોનો સમાવેશ થાય છે. સુલ્તાનપુરથી મેનકા ગાંધીએ સતત નવમી વખત લોકસભામાં પ્રવેશ માટે ઝુકાવ્યું છે. ઉત્તર પ્રદેશની આઝમગઢથી ભોજપુરી સ્ટાર દિનેશ લાલ યાદવ ઉર્ફે નિરહુઆ, ડુમરિયાગંજ બેઠક પર પૂર્વ મુખ્યમંત્રી જગદંબિકા પાલ પાંચમી વખત ચૂંટણી મેદાનાં ઉતર્યા છે. ગુડગાંવ બેઠક પર કેન્દ્રીય મંત્રી રાવ ઈન્દ્રજિત સિંહ સામે રાજ બબ્બર મેદાનમાં છે. એજ રીતે ઓડિશામાં સંબલપુર બેઠક પર કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે પુરી બેઠક પર ભાજપના પ્રવક્તા સંબિત પાત્રા ચૂંટણી મેદાનમાં છે. પ.બંગાળમાં કાંથિ બેઠક પર ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના ભાઈ સૌમેન્દુ અધિકારી મેદાનમાં છે જ્યારે તમલુક બેઠક પર કલકત્તા હાઈકોર્ટના પૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય પહેલી વખત ભાજપની ટિકિટ પર લડી રહ્યા છે.
ભાજપ માટે આજના છઠ્ઠા તબકકાની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે 58માંથી 40 બેઠકો પર 2019માં એકલા હાથે જીત મેળવી હતી. આ સિવાય ચાર બેઠકો પર બહુજન સમાજ પાર્ટી, ત્રણ બેઠકો પર જેડીયુ, ચાર બેઠકો પર બીજુ જનતાદળ, ત્રણ બેઠકો પર તૃણમુલ કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. લોક જનશક્તિ પાર્ટી, ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન પાર્ટી, સમાજવાદી પાર્ટી તથા કાશ્મીર નેશનલ કોન્ફરન્સ પાર્ટીએ એક-એક બેઠક પર જીત મેળવી હતી. આજની 58માંથી એક પણ બેઠક પર કોંગ્રેસની જીત થઈ ન હતી.