ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા ગુજરાત સ્તરનો સિપાઈ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનો તેમજ રમતગમત કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં જિલ્લામાં, રાજ્ય કે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ ત્રણ નંબર પર સિદ્ધિ પ્રાપ્ત કરેલ યુવાઓનો અને પાસ થયેલા દિવ્યાંગ વિદ્યાર્થીઓ તથા વર્ષ 2023-24માં સરકારી નોકરી પ્રાપ્ત કરનાર યુવાઓનો છઠો સન્માન સમારોહ તા. 22-12ના રોજ ભાવનગર ખાતે અટલબિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવનાર છે.
- Advertisement -
જેમાં ધોરણ 8 અને 9માં 80% કે તેથી વધુ, ધોરણ 10, 11, 12 (કોમર્સ, આર્ટસ)માં 60% કે તેથી વધુ, ધોરણ 11, 12 (સાયન્સ)માં 50% કે તેથી વધુ, કોલેજ કે અન્ય ફેકલ્ટીના ગ્રેજ્યુએશન કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 50% કે તેથી વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.
આ પ્રમાણેની લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓ તથા યુવાનોએ તા. 24-11 સુધીમાં જે તે ગામ કે શહેરના સિપાઈ સમાજ ટ્રસ્ટના કાર્યકરનો સંપર્ક કરી પોતાની લાયકાતનું સર્ટિફીકેટ તથા પાસપોર્ટ સાઈઝનો ફોટોગ્રાફ તથા સર્ટિફીકેટની પાછળ પોતાનું આખું નામ, એડ્રેસ, ગામનું નામ, મોબાઈલ નંબર તથા જે સિપાઈ જમાતમાં હોય તે જમાતનું નામ લખી સર્ટિફીકેટ કાર્યકર્તાઓને આપી પહોંચ મેળવી લેવા યાદીમાં જણાવ્યું છે. વધારે વિગતો માટે રાજકોટ જિલ્લા માટે આસિફભાઈ સિપાઈ 8460678692, મુશરફભાઈ મોગલ 7778956739નો સંપર્ક કરી શકાશે.