– કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શિબિરમાં બનેલા બૂથમાં મતદાન કર્યું
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે સવારે 10:00 વાગ્યાથી મતદાન શર થઈ ચૂક્યું છે.કોંગ્રેસમાં 24 વર્ષ બાદ નેહરુ-ગાંધી પરિવાર બહારથી કોઈ અધ્યક્ષ બનશે. પ્રદેશ કોંગ્રેસ સમિતિઓ (PCC)ના 9,000થી વધુ પ્રતિનિધિઓ ગુપ્ત મતદાન દ્વારા પક્ષના નવા અધ્યક્ષની ચૂંટણી કરશે. નવી દિલ્હીમાં પાર્ટીના મુખ્યાલય અને દેશભરમાં 65થી વધુ કેન્દ્રો પર મતદાન થઈ રહ્યું છે.
- Advertisement -
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. 137 વર્ષના ઈતિહાસમાં આજે છઠ્ઠી વખત પાર્ટીના અધ્યક્ષ પદ માટે જોરદાર મુકાબલો થવા જઇ રહ્યો છે. ત્યારે આ વખતે આ જંગમાં બે દાવેદાર છે, જેમાં એક છે શશિ થરૂર અને બીજા છે મલ્લિકાર્જુન ખડગે.
#WATCH | Congress MP Rahul Gandhi casts his vote to elect the next party president at Bharat Jodo Yatra campsite in Ballari, Karnataka
(Source: AICC) pic.twitter.com/9Jit8vIpVo
- Advertisement -
— ANI (@ANI) October 17, 2022
ગાંધી પરિવાર સાથેના ગાઢ સંબંધોના કારણે ખડગેને પસંદગીના ઉમેદવાર માનવામાં આવી રહ્યાં છે. મોટાભાગના નેતાઓ પણ તેમના સમર્થનમાં છે. ભલે ચૂંટણી પ્રચાર દરમ્યાન શશિ થરૂરે સમાન તકો ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હોય પરંતુ બંને ઉમેદવારો અને પક્ષના નેતાઓ એ વાત પર સહમત જરૂરથી થયા છે કે આ ચૂંટણીને લઈને ગાંધી પરિવાર તટસ્થ અને નિષ્પક્ષ છે.
રાહુલ ગાંધીએ કર્યું મતદાન
કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે રાહુલ ગાંધીએ પણ મતદાન કર્યું છે. તેમણે ભારત જોડો યાત્રાની શિબિરમાં બનેલા બૂથમાં મતદાન કર્યું.
#WATCH | Congress interim president Sonia Gandhi & party leader Priyanka Gandhi Vadra cast their vote to elect the new party president, at the AICC office in Delhi pic.twitter.com/aErRUpRVv0
— ANI (@ANI) October 17, 2022
સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કર્યું મતદાન
કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણી માટે કોંગ્રેસ પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ દિલ્હીમાં AICC કાર્યાલયમાં મતદાન કર્યું. મતદાન કર્યા બાદ સોનિયા ગાંધીએ પત્રકારોને કહ્યું કે, આ દિવસની લાંબા સમયથી રાહ જોઈ રહી હતી.
પી ચિદમ્બરમ અને જયરામ રમેશે કર્યું મતદાન
કોંગ્રેસના સાંસદો પી. ચિદમ્બરમ, જયરામ રમેશ અને અન્ય પક્ષના નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી માટે દિલ્હીમાં AICC કાર્યાલયમાં મતદાન કર્યું. આ દરમિયાન અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે તિરુવનંતપુરમના પઝવાંગડી ગણપતિ મંદિરમાં પૂજા કરી.
મનમોહન સિંહે કર્યું મતદાન
કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણીમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે પણ મતદાન કર્યું.
कर्नाटक: कांग्रेस के अध्यक्ष पद के चुनाव के उम्मीदवार मल्लिकार्जुन खड़गे ने बेंगलुरु में अपना वोट डाला। pic.twitter.com/KWejBLVPoi
— ANI_HindiNews (@AHindinews) October 17, 2022
મલ્લિકાર્જુન ખડગેએ કર્યું મતદાન
કોંગ્રેસ અધ્યક્ષ પદના મજબૂત ઉમેદવાર માનવામાં આવી રહેલા વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ બેંગલુરુમાં મતદાન કર્યું.
આજે ઐતિહાસિક દિવસ: ગેહલોત
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું કે, આજે 22 વર્ષ બાદ કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણી થઈ રહી છે. આજે એક ઐતિહાસિક દિવસ છે. આ ચૂંટણી પાર્ટીમાં આંતરિક સંવાદિતાનો સંદેશ આપે છે. ગાંધી પરિવાર સાથે મારા સંબંધો 19 ઓક્ટોબર બાદ પણ એવા જ રહેશે.
મેં મતદાન કરી દીધુ: શશિ થરૂર
કોંગ્રેસ અધ્યક્ષ પદના ઉમેદવાર શશિ થરૂરે કહ્યું કે, મેં મતદાન કરી દીધુ છે અને હું 19 ઓક્ટોબરના રોજ થનારી મતગણતરીની રાહ જોઈ રહ્યો છુ.