રાજ્યમાં ડ્રગ્સ નેટવર્કને તોડવા માટે મહત્ત્વનો નિર્ણય
નવા યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે
- Advertisement -
પહેલાં 34 અધિકારી કર્મચારી હતાં, ત્યારે હવે 211નું મહેકમ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. આ માટે રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (અગઝઋ) યુનિટ્સ શરૂ કરવામાં આવશે. જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે. આ છ નવા અગઝઋ યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ ઝોનલ માળખું રાજ્યના દરેક ખૂણામાં ડ્રગ્સ નેટવર્કને તોડવામાં મદદ કરશે. વર્તમાનમાં કાર્યરત નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ ANTF યુનિટ્સ ઊભા કરી તેમાં 1 એસ.પી., 6 ડીવાયએસપી અને 13 પીઆઇ સહિત કુલ 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે. અગાઉ નાર્કોટિક્સ સેલમાં 34 અધિકારી કર્મચારી હતાં, જે હવે ANTF ઓપરેશનલ થતા 211 અધિકારી કર્મચારીનું મહેકમ થશે. આ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માત્ર અને માત્ર ગઉઙજ સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઈમ દ્વારા કરવામાં આવશે.
ANTF યુનિટ્સની મુખ્ય વિશેષતા
- Advertisement -
તપાસમાં સુપરવિઝન : સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગઉઙજ કેસોની તપાસમાં ’ટોપ ટુ બોટમ’ અને ’બોટમ ટુ ટોપ’ અભિગમ અપનાવવામાં આવશે, જેમાં ANTF યુનિટનું સુપરવિઝન અસરકારક સાબિત થશે.
ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ : આ નવા યુનિટ્સમાં ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટ પણ કાર્યરત રહેશે. આ યુનિટ્સ વારંવાર ગઉઙજના ગુના આચરતા તત્વો, સિન્ડિકેટ માળખું અને ઇન્ટર-સ્ટેટ નાર્કો ઓફેન્ડર્સની માહિતી એકત્રિત-સંકલિત કરીને ડેટા આધારે એનાલિસિસ કરી આ પ્રકારના ગુનેગારો સામે સઘન કાર્યવાહી કરવા ANTF યુનિટ મહત્વની ભૂમિકા ભજવશે.
ગઉઙજ કાર્યવાહીને વેગ મળશે : જે રીતે અસામાજિક તત્વો સામે પાસા (ઙઅજઅ) હેઠળ કાર્યવાહી થાય છે, તે જ રીતે ગઉઙજના ગુનેગારો સામે પીટ એનડીપીએસ (PIT NDPS) હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે, ડેટા એનાલિસિસ અને ઇન્ટેલિજન્સ યુનિટની મદદથી હવે અગઝઋ દ્વારા ડ્રગ્સ માફિયાઓ સામે કડક પગલાં ભરવામાં વેગ મળશે.
આ યુનિટ્સ દ્વારા સમગ્ર રાજ્યમાં નાર્કોટિક્સ નેટવર્ક સાથે જોડાયેલા ડ્રગ્સ માફિયાઓ, સપ્લાયર્સ અને પેડલર્સ સામે ‘cutting edge level’ની કાર્યવાહી કરવામાં આવશે
– ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
આ ઝોન વાઇઝ પોલીસ સ્ટેશનો દ્વારા ડ્રગ્સના ગુનાની તપાસમાં એકસૂત્રતા જળવાશે. આરોપીઓને કડક સજા અપાવવાની પ્રક્રિયા વધુ સરળ બનશે
-રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય