સ્પા સંચાલકોને કાયદાનું ભાન કરાવતા એસ.ઓ.જી. પી.આઈ. કૈલા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં સ્પા-મસાજ પાર્લરોમાં પરપ્રાંતિયોને નોકરીએ રાખી પોલીસ સ્ટેશનમાં નોંધ નહીં કરાવનાર સામે શહેર એસ.ઓ.જી. તથા એ.એચ.ટી.યુ.ની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી. રાજકોટ શહેરના પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા તથા નાયબ પોલીસ કમિશનર (ક્રાઈમ અને સ્પેશ્યલ બ્રાન્ચ) ડો. પાર્થરાજસિંહ ગોહીલ, મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઈમ) ભરત બી. બસીયાનાઓ દ્વારા રાજકોટ શહેર વિસ્તારમાં આવેલા સ્પા-મસાજ પાર્લરમાં નશીલા કેફી દ્રવ્યોનું સેવન તથા દેહવ્યાપાર તથા અન્ય ગેરકાયદેસર કૃત્યો ન થાય તે માટે ચેકીંગ હાથ ધરવા સૂચના આપેલી અને પોલીસ કમિ.એ સ્પા-મસાજ પાર્લરોના માલીકો-સંચાલકોએ સ્પા-મસાજ પાર્લરોમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટોગ્રાફ સાથેની સંપૂર્ણ વિગત સંબંધિત નજીકના પોલીસ સ્ટેશનોમાં નોંધ કરાવવા જાહેરનામુ પ્રસિદ્ધ કરેલુ હોય જે જાહેરનામાનો ચુસ્તપણે અમલ કરાવવા સૂચના આપી હતી.
- Advertisement -
જે અનુસંધાને એસ.ઓ.જી.ના પો.ઈ. જે. એમ. કૈલાની રાહબરી હેઠળ એસ.ઓ.જી. શાખા અને એ.એચ.ટી.યુ.ની સંયુક્ત ટીમ બનાવીને શહેર વિસ્તારમાં આવેલા તમામ સ્પા-મસાજ પાર્લરમાં એકસાથે ચેકીંગ હાથ ધરી સ્પા-મસાજ પાર્લરોના સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે.
આરોપી કૌશીકભાઈ રમણીકભાઈ વાઘેલા (ઉ.વ.42 એનવાયએક્સ વેલનેસ ફેમીલી સ્પાના સંચાલક, યશ મહેશભાઈ ધ્રાંગધરીયા (મીસ્ત્રી) નારાયણનગર શેરી નં. 13 ઓરી વેલનેસ સ્પા., આદિત્યભાઈ જગદીશભાઈ કારેલીયા ગંગા સ્પાના સંચાલક, વિશાલભાઈ નરેન્દ્રભાઈ મહેતા ધ વેલકમ વેલનેસના સંચાલક, ગંગારામ રાજુભાઈ ઠાકુર 7ડે સ્પા.ના સંચાલક અને માલીક તેમજ રમેશભાઈ વિહાભાઈ કોહલા ટ્રુ વેલનેસ સ્પાના સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.