NSUI કાર્યકરો, વિદ્યાર્થીઓના સ્કૂલ સામે સૂત્રોચ્ચાર
સિંધી સમાજની રેલી, મણીનગર અને ખોખરા જડબેસલાક બંધ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.21
અમદાવાદની ખોખરાની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ 20 ઓગસ્ટના તોડફોડ અને હોબાળો થયો હતો. જે બાદ આજે (21 ઓગસ્ટ) યુથ કોંગ્રેસ અને ગજઞઈં દ્વારા સ્કૂલને તાળાબંધીનું એલાન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ટઇંઙએ મણિનગર અને આસપાસના વિસ્તારોમાં સ્કૂલો સાથે ધંધા-વેપાર બંધ રાખી આંદોલનની જાહેરાત કરી હતી. જેને લઇ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સેવન્થ ડે સ્કૂલની બહાર તથા સ્કૂલથી 500 મીટર દૂર સુધી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. બંધના એલાનને સવારથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે. કેટલીક દુકાનો ચાલુ છે તો કેટલીક દુકાનો સવારથી બંધ છે. સિંધી માર્કેટ સંપૂર્ણપણે બંધ છે. તો મણીનગર, ખોખરા, ઇસનપુર વિસ્તારની 200 જેટલી સ્કૂલો બંધમાં જોડાઈ છે.