પંજાબ, હરિયાણા અને યૂપીથી ખેડૂતો દિલ્હીમાં આવીને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેના કારણથી દિલ્હીથી જોડાયેલી તમામ બોર્ડર પર ટ્રાફિક જામ લાગી ગયો છે. જો કે, ખેતપેદાશના ઓછા ભાવના કારણે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોને સમજાવવા માટે ગઇકાલે લગભગ પાંચ કલાક સુધી મીટિંગ ચાલુ હતી. કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ અને અર્જુન મુંડા આ બેઠકમાં સામેલ થયા હતા. પરંતુ ખેડૂતો ન્યૂનતમ સમર્થન ભાવની કાયદાકીય ગેરંટી આપવાની માંગણી કરી રહ્યા છે. જેથી ખેડૂતો અને સરાકર વચ્ચે કોઇ સહમતિ બની રહી નથી.
ત્યાર પછી ખેડૂત નેતાઓએ આર-પાર જંગની જાહેરાત કરતાં કહ્યું કે, દિલ્હી જઇને જ રહીશું… ગાઝીપુર, સિંધુ, સંભુ, ટિકરી સહિત બધી બોર્ડને છાવણીમાં ફેરવવામાં આવી રહી છે. જયારે, પોલીસે સાફ જણાવ્યું છે કે, ખેડીતોની આડમાં ઉપદ્રવવાદિઓએ જો કાયદાને હાથમાં લઇને વ્યવસ્થાને નુકસાન પહોંચાડવાની કોઇ પ્રયત્ન કર્યો છે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
- Advertisement -
#WATCH | Police fire tear gas to disperse protesting farmers at Punjab-Haryana Shambhu border. pic.twitter.com/LNpKPqdTR4
— ANI (@ANI) February 13, 2024
- Advertisement -
શંભુ બોર્ડર પર પરિસ્થિતિ ગંભીર, આંસુ બોમ્બ છોડવામાં આવ્યા
દિલ્હી કૂચ માટે આગળ વધી રહેલા ખેડૂતો પર આંસુના ગોળા છોડવામાં આવી રહ્યા છે. ખેડૂતોને બોર્ડર પર રોકવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ શંભુ બોર્ડપર પરિસ્થિતિ બગડી રહી છે. જ્યાં થોડા-થોડા સમય પર આંસુ બોમ્બ છોડવામાં આવી રહ્યા છે. ખેડૂતોને લગભગ 300 મીટર બોર્ડરથી દૂર ખસેડવામાં આવી રહ્યા છે, પરંતુ પ્રદર્શનકારીના કારણે દિલ્હીમાં ઘુસવા માટે અડગ ચાલી રહ્યા છે.
#WATCH | Heavy vehicular traffic from Noida towards Delhi on the Delhi-Noida-Delhi (DND) road, as Delhi borders are heavily guarded and barricaded to prevent protesting farmers from entering the national capital pic.twitter.com/qcOPzpejDQ
— ANI (@ANI) February 13, 2024
દિલ્હી-નોઇડા-દિલ્હી હાઇવે પર ભીષણ ટ્રાફિક જામ
ખેડૂતોને દિલ્હી તરફ આગળ વધતા દિલ્હી સમગ્ર બોર્ડરને સીલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની તરફથી કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અને દિલ્હીની કેટલીક જગ્યાઓ પર કલમ 144 લાગુ કરવામાં આવી છે. જેને જોતાં દિલ્હી-નોઇડા-દિલ્હી રોડ પર ભારે ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.