જૂનાગઢ સયુંકત નૈતિક માનવ અધિકાર સમિતિ જૂનાગઢ મહિલા ટીમ દ્વારા રાષ્ટ્રીય અધ્યક્ષ નિલેશભાઈ જોષીના માર્ગ દર્શન મુજબ અને ગૂજરાત રાજ્ય કો ઓર્ડીનેટર જિગીષાબેન પટેલ ના અઘ્યક્ષ સ્થાને જુનાગઢ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં પી.આઈ જે.જે.પટેલની મુલાકાત કરેલ ત્યાર બાદ બધાને રાખડી બાંધી ઉજવણી કરવામાં આવી હતી
જેમાં જિલ્લા મહીલા પ્રમુખ વૈશાલીબેન રાઠોડ ઉપપ્રમુખ સીમાબેન મકવાણા પૂજાબેન રાજપૂત દર્શનાબેન રાજપૂત ઊર્મિલાબેન રાજપૂત સ્વાતિબેન પોશિયા સહિત તમામ મહિલા હોદેદારો અને સભ્યોએ હાજરી આપી હતી તેમજ જ્યારે પણ ટીમની જરૂર પડે ત્યારે અમે પોલીસ સ્ટાફના મદદમાં તત્પર રહેશું તેવી બાહેંધરી પણ આપી હતી એમ જણાવવામાં આવ્યું હતું.