ખાસ-ખબર સંવાદદાતા
ગુરુવારે ભાઈ-બહેનના અતુટ પ્રેમના બંધન એવા રક્ષાબંધન પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી જેમાં બહેનોએ પોતાના વીરના કાંડે રક્ષા સૂત્ર બાંધી ભાઈની સલામતી માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી ત્યારે મોરબી સબ જેલમાં પણ રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જેલમાં બંધ કેદીઓને તેમની બહેનોએ રક્ષાસૂત્ર બાંધી હતી.
રક્ષાબંધન પર્વની મોરબીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ત્યારે જેલમાં બંધ કેદીઓના બહેનો પણ રક્ષાબંધન પર્વ નિમિતે પોતાના ભાઈને રાખડી બાંધવા માંગતી હોય જેથી પર્વને ધ્યાને લઈને સબ જેલના અધિક્ષક કે એસ પટણી, ઇન્ચાર્જ સલામતી જેલર એ આર હાલપરા અને ઇન્ચાર્જ જેલર પી એમ ચાવડા સાથે જેલના તમામ કર્મચારીઓ દ્વારા જેલમાં રહેલ બંદીવાનોને તેની બહેનો રાખડી બાંધી શકે તે માટે કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં રક્ષાબંધન પર્વે જેલમાં રહેલ બંદીવાનોની બહેનોએ પોતાના ભાઈને રાખડી બાંધી હતી અને રાખડી બાંધતી વેળાએ બહેનની આંખો ભીંજાઈ હતી. આ ઉપરાંત ઠેર ઠેર રક્ષાબંધન પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
મોરબી સબજેલમાં કેદીઓની બહેનોએ રાખડી બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2022/08/1-18.jpg)