રાજકોટ મધ્યસ્થ જેલમાં કેદીઓને રાખડી બાંધતી વખતે બહેનોની આંખોમાંથી આંસુ સરી પડ્યા, સંતાનોને વ્હાલ કરી કેદીઓ ખુશ થયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભાઈબહેનનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. આજે ભાઇ-બહેનના પવિત્ર પ્રેમનો દિવસ એટલે રક્ષાબંધનનો તહેવાર છે. સમગ્ર દેશમાં આજે રક્ષાબંધનના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટની મધ્યસ્થ જેલમાં પણ આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી આ સમયે ભાવુક દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. રાજકોટની મધ્યસ્થ જેલમાં સજા કાપી રહેલા કેદી ભાઇઓને રાખડી બાંધવા માટે બહેનો આવી હતી. આ માટે જેલ તરફથી વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાઇને રાખડી બાંધતી વખતે બહેનોની આંખમાંથી આંસુ સરી પડતા લાગણીસભર દૃશ્યો જોવા મળ્યા હતા. રાજકોટ મધ્યસ્થ જેલના ઙઈં એમ.આર.ઝાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આજે રક્ષાબંધનના પર્વની ઉજવણી મધ્યસ્થ જેલ ખાતે કરવામાં આવી રહી છે. સવારથી જેલમાં કુલ 1800 કેદી ભાઈઓ માટે રાખડી બાંધવાનું આયોજન કરાયું છે અને સાંજ સુધી જેલ ખાતે કેદી ભાઇઓને તેમના બહેન દ્વારા રાખડી બાંધવામાં આવશે. જેલ ખાતે બંદોબસ્ત વચ્ચે આ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં એક સાથે 10-10 બહેનોને નામ નોંધણી કરી ભાઇઓને રાખડી બાંધવામાં આવે છે. બહેનો ભાઇઓને રાખડી બાંધી રહી હતી ત્યારે બંનેની આંખોમાંથી આંસુ સરી પડ્યા હતા. તેમજ કોઇ કેદી રાખડી બાંધતી વખતે પોતાની દીકરી પર વહાલ વરસાવતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાક કેદીઓ પોતાની બહેન પર હાથ મુકી આશીર્વાદ પણ આપતા નજરે પડ્યા હતા.
જેલમાં બેકરી મારફત બનતી મીઠાઇથી કેદીઓને બહેનોએ મોઢું મીઠું કરાવ્યું
દર વર્ષની જેમ ઉૠઙની સૂચનાથી જેલ અધિક્ષક બન્નો જોશીના માર્ગદર્શન હેઠળ આજે પવિત્ર રક્ષાબંધનના તહેવારની રાજકોટ મધ્યસ્થ જેલમાં ઉજવણી કરવામાં આવી હતી. કેદીઓની બહેનોને કોઇ જાતની અગવડતા ન પડે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આજે બહેનો તેના ભાઈ માટે રાજકોટ જેલમાં બેકરી મારફત જે મીઠાઇ બનાવવામાં આવે છે તે મીઠાઇથી બહેન ભાઇનું મીઠું મોઢુ કરાવી શકે તેવી વ્યવસ્થા કરી હતી.