લોકસભામાં વિપક્ષનો હોબાળો, સાંસદ વેલમાં પહોંચ્યા: વોટ ચોર-ગદ્દી છોડના નારા લગાવ્યા, ખડગેએ કહ્યું-લોકશાહી બચાવવી જરૂરી
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
વિપક્ષે સતત બીજા દિવસે પણ સંસદમાં જઈંછ સામે પોતાનો વિરોધ ચાલુ રાખ્યો. સવારે 11 વાગ્યે લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ, બધા વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. કેટલાક સાંસદ તો વેલમાં પણ પહોંચી ગયા. આ દરમિયાન, સ્પીકરે પ્રશ્ર્નકાળ ચાલુ રાખ્યો, પરંતુ વિપક્ષે 20 મિનિટ સુધી ‘વોટ ચોર-ગદ્દી છોડ’ના નારા લગાવતા રહ્યા હતા.
ત્યારબાદ કાર્યવાહી પહેલા 12 વાગ્યા સુધી અને પછી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. આ દરમિયાન, કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, લોકશાહીના રક્ષણ માટે વિરોધ પ્રદર્શન જરૂરી છે. અગાઉ, સવારે 10:30 વાગ્યે, વિપક્ષે સંસદ સંકુલમાં મકર ગેટ સામે સતત બીજા દિવસે વિરોધ પ્રદર્શન કર્યું. તેમણે સરકાર પાસે આ બાબતે તાત્કાલિક ચર્ચા કરવાની માંગ કરી.
સત્રના પહેલા દિવસે (1 ડિસેમ્બર) બંને ગૃહોમાં જઈંછ અને વોટ ચોરીના આરોપના મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષી દળોની માંગ છે કે જઈંછ પર ચર્ચા કરવામાં આવે.
સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ ગઈકાલે રાજ્યસભામાં જણાવ્યું હતું કે સરકાર જઈંછ અને ચૂંટણી સુધારાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. વિપક્ષને અપીલ કરી કે તેઓ આના પર કોઈ સમય મર્યાદા ન લાદે.
પહેલા દિવસે નાણા મંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં 3 બિલ રજૂ કર્યા હતા, જેમાંથી મણિપુર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ બિલ (બીજો સુધારો) વિધેયક, 2025 બિલ પસાર થયું હતું.
વિપક્ષે જઈંછ પર તાત્કાલિક ચર્ચા કરવાની માંગ પર મક્કમ છે. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જઈંછ પર તાત્કાલિક ચર્ચાની માંગ કરી, અને કહ્યું કે તે એક અરજન્ટ વિષય છે.
આ દરમિયાન, સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું, આ યોગ્ય રસ્તો નથી. સમસ્યા એ છે કે વિપક્ષ કહે છે કે સમય જણાવો. તેમણે કહ્યું કે સરકારે આ બાબતે પરામર્શ પ્રક્રિયા શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.
વંદે માતરમ પર 10 કલાક ચર્ચા શક્ય
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વંદે માતરમના 150 વર્ષ પૂરા થવા પર સરકાર ગૃહમાં વંદે માતરમ પર 10 કલાક ચર્ચા કરાવી શકે છે. આ ચર્ચા ગુરુવાર-શુક્રવારે થઈ શકે છે. પીએમ મોદી પોતે તેમાં ભાગ લઈ શકે છે. 30 સપ્ટેમ્બરે રાજ્યસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં સત્તાધારી પક્ષના ઘણા સભ્યોએ આ ચર્ચાનો પ્રસ્તાવ મૂક્યો હતો. હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.



