આગામી શનિવાર અને રવિવારે ફરી મતદાન મથક ઉપર BLOનો કેમ્પ થશે
રાજકોટની દક્ષિણ અને પશ્ચિમ બેઠકમાં સૌથી ઓછી અને નબળી કામગીરી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટ શહેર અને જિલ્લાની આઠ વિધાનસભા બેઠકની મતદાર યાદી અદ્યતન અને ક્ષતિરહિત બનાવવા માટે લાગુ કરવામાં આવેલ સ્પેશ્યલ ઈન્સ્ટેસીવ રિવીઝન (SIR)ની કામગીરી માટે શહેરના 801 સહિત જિલ્લાના 2256 બુથ લેવલ ઓફિસરો (ઇકઘ)ઓ દ્વારા સતત બે દિવસ સુધી મતદાન મથક ઉપર કરવામાં આવેલ ખાસ કેમ્પ દરમિયાન રાજકોટ જિલ્લાના 23.91 લાખ મતદારોમાંથી 4.27 લાખ મતદારોએ એન્યુમરેશન ફોર્મ ભરી પરત આપી દીધા છે. મતદાર યાદીની ડિઝીટાઈઝેશનની કામગીરીમાં રાજકોટ રાજ્યમાં બીજાક્રમે અને તાલુકામાં જસદણ પ્રથમક્રમે હોવાનું અધિક નાયબ ચૂંટણી અધિકારી નારણ મુછારે જણાવ્યું છે.
પ્રથમ તબક્કામાં એન્યુમરેશન ફોર્મ વિતરણ કરાયા બાદ હવે તેને પરત મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે આ સાથે ચૂંટણી તંત્ર દ્વારા મતદારોના પરિવારની લીંકઅપની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. એન્યુમરેશનની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં બનાસકાંઠા જિલ્લો પાંચ લાખ ફોર્મ સાથે પ્રથમ છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ચાર લાખથી વધુ ફોર્મ પરત મેળવી લેવામાં આવ્યા છે.
રાજકોટ શહેરમાં 2002ની સ્થિતીએ નવી બનેલી બે વિધાનસભામાં મતદારોને સૌથી કડાકૂટ છે. નવી બેઠક હોવાના કારણે જે તે સમયે વિસ્તાર અને સોસાયટીઓનું અસ્તિત્વ હતું પરંતુ ત્યારે મતદાર કઈ બેઠકમાં મતદાન કરતો હતો તેની સચોટ માહિતી નહીં હોવાથી બે દિવસના કરવામાં આવેલ કેમ્પમાં પણ મતદાર યાદીમાં નામ હોવા છતા મતદારોને રામાયણ થઈ હતી. આથી આ વિસ્તારના મતદાન મથક ઉપર મોટી સંખ્યામાં મતદારોના ટોળા ઉમટ્યા હતા.,રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં જઈંછની કામગીરી ઝડપ પકડી છે. જસદણ વિસ્તારમાં 41 ટકાથી વધુની કામગીરી આટોપી લેવામાં આવી છે. 2.68 લાખ મતદારોમાંથી 1.11 લાખ મતદારોએ ફોર્મ ભરીને પર આપી દીધા છે. આવી જ રીતના ગોંડલ, જેતપુરના બીએલઓ દ્વારા શ્રેષ્ઠ કામગીરી કરવામાં આવી છે. જ્યારે રાજકોટ શહેરની દક્ષિણ અને પશ્ચિમ બેઠકમાં સૌથી ઓછી અને અંત્યત નબળી કામગીરી છે.
- Advertisement -

તંત્રએ આપેલી લીંક ખૂલતી ન હોવાની ઢગલાબંધ ફરિયાદ
કલેક્ટર તંત્ર જાહેર કરવામાં આવેલી 2002ની મતદાર યાદીની લીંક ખૂલતી ન હોવાથી ઢગલાબંધ ફરીયાદ ઉઠી છે. ત્યારે વર્ષ 2002માં નામ કઈ રીતે શોધવુ તેના માટે લોકો મૂંઝાયા છે. જે લોકોએ ત્યારબાદ સ્થળાંતર કર્યુ છે તેવા લોકોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.



