‘જઈંછ’ પ્રક્રિયામાં OTP/SMS નહીં, સાયબર ક્રાઇમની કોઈ સંભાવના નથી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.12
- Advertisement -
સમગ્ર રાજ્યમાં ચાલી રહેલા ’મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ’ (જઈંછ)ના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ સઘન કામગીરી શરૂ છે. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 07માં આવેલા હરિઓમ નાગર, ગોપાલ વાડી, યમુના વાડી, અક્ષર એવેન્યુ વગેરે વિસ્તારો માટે સંકલિત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરઅનિલકુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. કલેક્ટરે નાગરિકોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમ થકી નવી મતદારયાદી અને નવા મતદાર કાર્ડ બનશે. આ માટે બીએલઓ, બીએલએ-1 અને બીએલએ-2 સહિતનો સમગ્ર સ્ટાફ ઘરે-ઘરે જઈને મતદારોની માહિતી એકત્ર કરી રહ્યો છે. તેમણે નાગરિકોને ખાસ અપીલ કરી હતી કે કર્મચારીઓ જ્યારે ઘરે આવે ત્યારે તેમનું આઇકાર્ડ અવશ્ય ચકાસવું. આ પ્રક્રિયા માટે મોબાઇલમાં કોઈ ઓટીપી, એસ.એમ.એસ., પાસવર્ડ કે લિંક આવશે નહીં, જેથી સાયબર ક્રાઇમનો કોઈ ભય નથી. મતદારોએ ગણતરી પત્રક (એન્યુમરેશન ફોર્મ) જાતે ભરીને તેની એક કોપી પોતાની પાસે રાખી બીજી કોપી બીએલઓને જમા કરાવવાની રહેશે. કોઈપણ મૂંઝવણ માટે ફ્રી હેલ્પલાઈન નંબર 1950 પર સંપર્ક કરી શકાશે. કલેક્ટરશ્રીએ આ પારદર્શક અને ચકાસણીયુક્ત પ્રક્રિયામાં સહકાર આપવા માટે સ્થાનિક રાજકીય આગેવાનો અને નાગરિકોને અનુરોધ કર્યો હતો.



