ગુજરાતમાં સતત ચોથા દિવસે સિંગતેલના ભાવમાં વધારો થયો છે. આજરોજ સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.40નો વધારો થયો છે.
સિંગતેલના ભાવમાં ફરી એકવખત ભડકો થયો છે. આજે સતત ચોથા દિવસે સિંગતેલના ડબ્બાના ભાવમાં રૂ.40નો વધારો થયો છે. ચાર દિવસમા સિંગતેલના ભાવમાં રૂ. 190નો વધારો થતાં ગૃહીણીઓમાં દેકારો બોલી ગયો છે. સિંગતેલના ભાવો વધતા મધ્યમ અને ગરીબ વર્ગના લોકોનું બજેટ ખોરવાઈ ગયું છે.
- Advertisement -
ડબ્બાનો ભાવ રૂ.2940 પર પહોંચ્યો
આજે સતત ચોથા દિવસે સિંગતેલના ભાવ વધ્યા છે. આજે સિંગતેલના ભાવમાં રૂ.40નો વધારો થયો છે. જે બાદ સિંગતેલના ડબ્બાનો ભાવ રૂ.2940 પર પહોચ્યો છે. ચાર જ દિવસમાં 190નો ધરખમ ઉછાળો થયો છે. ડબ્બાનો ભાવ રૂ.2900થી વધીને 2940 રૂપિયા પર પહોંચ્યો છે. સંગ્રહખોરી અને સટ્ટા બજાર પણ ભાવ વધારા માટે જવાબદાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મગફળીનું મબલખ ઉત્પાદન છતાં સિંગતેલમાં વધારો થઈ રહ્યો છે.
આજે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 40નો વધારો ઝીંકાયો
નવા વર્ષની શરૂઆતથી જ મોંઘવારી નાગરિકોના માથા પર મંડરાઈ રહી છે. જીવન જરૂરીયાતની તમામ વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. તેમાં પણ તેલના ભાવનું મીટર સતત અપ જઈ રહ્યું છે. આવામાં સિંગતેલના ભાવમાં ફરી એકવાર ભડકો થયો છે. મોંઘવારી વચ્ચે સિંગતેલના ડબ્બામાં રૂપિયા 40નો વધારો ઝીંકાયો છે. સતત ચોથા દિવસે આ ભાવ વધારો થયો છે. સિંગતેલના ભાવમાં 14, 15 અને ફ્રેબ્રુઆરીએ પણ 50-50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. મગફળીનું ઉત્પાદન વર્ષે 43 લાખ ટન થવા છતાં સિંગતેલ મોંઘું બન્યું છે. જોકે, સિંગતેલ સિવાય અન્ય તેલોનાં ભાવમાં કોઈ અસર નથી.
સિંગતેલનો ડબ્બો 2900 રૂપિયાને પાર
સતત ત્રીજા દિવસે 50 રૂપિયાના ભાવવધારા સાથે સિંગતેલના ડબ્બાનો ભાવ 2900 રૂપિયાને પાર પહોંચી ગયો છે. એકબાજુ લગ્નની સિઝન ચાલી રહી છે એવામાં સિંગતેલમાં ભાવવધારો જનતા માટે માથાના દુ:ખાવો સાબિત થઈ રહ્યો છે. સિંગતેલમાં વધારો થતાં મોંઘવારીમાં પિસાતી ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે. સૌરાષ્ટ્રમાં મગફળીનું સારું ઉત્પાદન થયું છે અને માર્કેટયાર્ડોમાં મોટાપ્રમાણમાં મગફળીની આવકો થઈ રહી છે, તેમ છતાં સિંગતેલના ભાવ આસમાને ચડી રહ્યા છે અને ત્રણ દિવસમાં જ રૂ.190નો વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સિંગતેલ દોહલું બની ગયું છે.