છેલ્લા બે અઠવાડિયાથી ફિલ્મ ઓટીટી પર રેન્ટ પર ઉપલબ્ધ હતી
રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સની નવી ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ દિવાળી પર રિલીઝ થઈ હતી, જેમાં અજય દેવગન, અક્ષયકુમાર, રણવીર સિંઘ, કરીના કપૂર ખાન, દીપિકા પાદુકોણ, અર્જુન કપુર અને ટાઈગર શ્રોફ સહિતના કલાકારો હતા, સાથે તેમાં સલમાનખાનનો કેમિયો પણ વખાણાયો હતો.
- Advertisement -
બોકસ ઓફિસ પર જોરદાર કમાણી કર્યા બાદ આ ફિલ્મ છેલ્લા બે અઠવાડિયાથી પ્રાઈમ વિડીયો પર રેન્ટ પર ઉપલબ્ધ હતી. 29 ડિસેમ્બરથી આ ફિલ્મ ઓટીટીના દર્શકો માટે ફ્રીમાં ઉપલબ્ધ થવાની હોવાની ચર્ચા હતી. પરંતુ આ ફિલ્મ એમેઝોન પ્રાઈમ વિડીયો પરથી અચાનક ગાયબ થઈ ગઈ છે. રેન્ટ પર પણ લઈ શકાતી નથી, તેના બદલે આ ફિલ્મ આ પ્લેટફર્મ પરથી દુર કરી દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ રીતે ફિલ્મ પ્રાઈમ વિડીયો પરથી ગાયબ થઈ જવાનું કારણ હજુ અજાણ છે. આ અંગે પ્રાઈમ વિડીયો દ્વારા પણ કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
જયારે દર્શકો તો આ ફિલ્મ ઓટીટી પર કયારે ફ્રીમાં ઉપલબ્ધ થાય તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. સિંઘમ અગેઈન રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ, જિઓ સ્ટુડીયોઝ, રોહિત શેટ્ટી પિકચર્સ, દેવગન ફિલ્મ અને સિનર્જી દ્વારા પ્રોડયુસ કરવામાં આવી છે. આ ફિલ્મનું સંગીત રવિ બસરૂર દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું છે. હાલ તો આ ફિલ્મ પ્રાઈમ વિડીયો પર ખોલવાની કોશિશ કરવામાં આવે તો તેમાં આ સ્થળ પર ફિલ્મ ઉપલબ્ધ ન હોવાનું જણાવાય છે.