ગીર સોમનાથ જિલ્લામાં તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં સાર્વત્રિક વરસાદ
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક તાલુકા અને ગ્રામ્ય વિસ્તારમાં આગાહી મુજબ જ સવારથી જ વાદળા ગોરંભયેલા હતા. સવારથી ધીમીધારે નુકશાન રહિત સુંદર વરસાદ વરસ્યો હતો. આ લખાય છે ત્યારે આજે બપોરે 2 કલાકે પણ વરસાદની તોફાની બેટિંગ વેરાવળમાં શરૂ છે. ગીર સોમનાથ જિલ્લાના દરેક તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. જીલ્લામાં સિઝનનો કુલ વરસાદ જોઈએતો ઉના 61 મિમી ,સુત્રાપાડામાં 99 મિમી,તાલાલામાં 72 મિમી,ગિર ગઢડા માં 27 મિમી, કોડીનાર માં 72 મિમી, વેરાવળ 80 મિમી વરસાદ વરસ્યો હતો. વરસાદના લીધે વાતાવરણ માં ઠંડી પ્રસરતા લોકોમાં રાહત ફેલાઈ હતી. રોડ રસ્તા પર કાદવ કીચડ અને પાણી ફરી વળ્યાં હતા. ગઈ કાલે પણ આખો દિવસ સતત વરસાદ વરસ્યો હતો.કાચું સોનુ સમાન વરસાદ વરસતા ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે.