પશુઓ અને માણસોની વેદના સમજવા માટે કોઈ ડિગ્રીની નહીં પરંતુ દિલની જરૂર પડે છે.
બહેચરાજી ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગભાઈ પંડ્યા પંચાયત કચેરીએ બેઠા હતા ત્યારે ગામના 85 વર્ષના વૃદ્ધ ગાંડાભાઈ ખેંગારભાઈ ભરવાડ પંચાયત કચેરીએ આવ્યા. લોકડાઉનના કારણે લોકોએ ઘરમાં રહેવાનું હતું અને એમાં પણ વડીલોએ તો એમના સ્વાસ્થયની સુરક્ષા માટે વિશેષ ધ્યાન રાખવાનું હતું એવા સમયે 85 વર્ષના આ અભણ દાદાને પંચાયતમાં આવેલા જોઈને સરપંચને આશ્વર્ય થયું એમણે દાદાને કહ્યું, અત્યારે ઘરમાં રહેવાનું છે તમે અહીં શુ કામ આવ્યા છો?
શૈલવાણી
– શૈલેષ સગપરિયા
– શૈલેષ સગપરિયા
દાદાએ પોતાના ધ્રુજતા હાથે ગજવામાંથી 25,000 રૂપિયા કાઢીને સરપંચને આપ્યા. સરપંચને આશ્વર્ય થયું. આવા સમયે લોકો રૂપિયા માંગવા આવે અને આ દાદા આપવા આવ્યા છે. સરપંચે પૂછ્યું કે, આ શેના રૂપિયા આપો છો ? દાદાએ જવાબમાં કહ્યું, આ દેશ પર આપદા આવી પડી છે તે મારે મારી બચત વડાપ્રધાનને મોકલવી છે એ આપવા આવ્યો છું. મારી આ મરણમૂડી દેશ માટે ઉપયોગમાં આવે એનાથી રૂડું બીજું શું હોય. રકમ કેવી રીતે મોકલવી એની મને ખબર નથી એટલે તમને આપવા આવ્યો છું. તમે ગામના સરપંચ છો હવે આ રકમ તમે પહોંચાડી દેજો એટલે મારી દેશસેવા થઈ જાય.
- Advertisement -
ગામડાના આ અભણ દાદાની દરિયાદીલી ત્યાં હાજર સૌ કોઈ જોઈ રહ્યા. સરપંચે ગ્રામ પંચાયત વતી દાદા પાસેથી આ રકમ સ્વીકારીને એને વંદન કર્યા અને બેંક મારફત રકમ વડાપ્રધાન ફંડમાં મોકલી આપવાની તમામ વ્યવસ્થા તાત્કાલિક કરશે એવી ખાતરી આપી. ગાંડાભાઈ ભરવાડ દાન આપીને બહુ હરખાતા હતા જે એના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું એટલે સરપંચે પૂછ્યું કે, દાદા આટલા આનંદમાં કેમ છો ? પશુપાલનના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા ગાંડાભાઈએ કહ્યું, લોકડાઉનને લીધે હવે 21 દિવસ કતલખાના બંધ રહેશે એટલે કેટલા નિર્દોષ પશુઓ કપાતા બચી જશે. બસ મને એનો આનંદ છે કે લાખો અબોલ પશુઓ કપાતા બચી ગયા એટલે ખાસ આ રકમ આપવા આવ્યો છું. પશુઓ અને માણસોની વેદના સમજવા માટે કોઈ ડિગ્રીની નહીં પરંતુ દિલની જરૂર પડે છે. જેનું હૃદય ધબકવાની સાથે જીવતું પણ હોય એ આ ધરતી પર ક્યારેય ભાર બનતા નથી પરંતુ ભાર ઉતારવામાં સહાયરૂપ થાય છે.બહેચરાજી ગ્રામ પંચાયતના સરપંચ દેવાંગભાઈ પંડ્યા પંચાયત કચેરીએ બેઠા હતા ત્યારે ગામના 85 વર્ષના વૃદ્ધ ગાંડાભાઈ ખેંગારભાઈ ભરવાડ પંચાયત કચેરીએ આવ્યા. લોકડાઉનના કારણે લોકોએ ઘરમાં રહેવાનું હતું અને એમાં પણ વડીલોએ તો એમના સ્વાસ્થયની સુરક્ષા માટે વિશેષ ધ્યાન રાખવાનું હતું એવા સમયે 85 વર્ષના આ અભણ દાદાને પંચાયતમાં આવેલા જોઈને સરપંચને આશ્વર્ય થયું એમણે દાદાને કહ્યું, અત્યારે ઘરમાં રહેવાનું છે તમે અહીં શુ કામ આવ્યા છો?
દાદાએ પોતાના ધ્રુજતા હાથે ગજવામાંથી 25,000 રૂપિયા કાઢીને સરપંચને આપ્યા. સરપંચને આશ્વર્ય થયું. આવા સમયે લોકો રૂપિયા માંગવા આવે અને આ દાદા આપવા આવ્યા છે. સરપંચે પૂછ્યું કે, આ શેના રૂપિયા આપો છો ? દાદાએ જવાબમાં કહ્યું, આ દેશ પર આપદા આવી પડી છે તે મારે મારી બચત વડાપ્રધાનને મોકલવી છે એ આપવા આવ્યો છું. મારી આ મરણમૂડી દેશ માટે ઉપયોગમાં આવે એનાથી રૂડું બીજું શું હોય. રકમ કેવી રીતે મોકલવી એની મને ખબર નથી એટલે તમને આપવા આવ્યો છું. તમે ગામના સરપંચ છો હવે આ રકમ તમે પહોંચાડી દેજો એટલે મારી દેશસેવા થઈ જાય.
ગામડાના આ અભણ દાદાની દરિયાદીલી ત્યાં હાજર સૌ કોઈ જોઈ રહ્યા. સરપંચે ગ્રામ પંચાયત વતી દાદા પાસેથી આ રકમ સ્વીકારીને એને વંદન કર્યા અને બેંક મારફત રકમ વડાપ્રધાન ફંડમાં મોકલી આપવાની તમામ વ્યવસ્થા તાત્કાલિક કરશે એવી ખાતરી આપી. ગાંડાભાઈ ભરવાડ દાન આપીને બહુ હરખાતા હતા જે એના ચહેરા પર સ્પષ્ટ દેખાતું હતું એટલે સરપંચે પૂછ્યું કે, દાદા આટલા આનંદમાં કેમ છો ? પશુપાલનના પરંપરાગત વ્યવસાય સાથે સંકળાયેલા ગાંડાભાઈએ કહ્યું, લોકડાઉનને લીધે હવે 21 દિવસ કતલખાના બંધ રહેશે એટલે કેટલા નિર્દોષ પશુઓ કપાતા બચી જશે. બસ મને એનો આનંદ છે કે લાખો અબોલ પશુઓ કપાતા બચી ગયા એટલે ખાસ આ રકમ આપવા આવ્યો છું. પશુઓ અને માણસોની વેદના સમજવા માટે કોઈ ડિગ્રીની નહીં પરંતુ દિલની જરૂર પડે છે. જેનું હૃદય ધબકવાની સાથે જીવતું પણ હોય એ આ ધરતી પર ક્યારેય ભાર બનતા નથી પરંતુ ભાર ઉતારવામાં સહાયરૂપ થાય છે.