જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટમાંથી ઉજવળ કારકિર્દી હાંસલ કરનાર 125 પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન
શિક્ષા અને દીક્ષા એક મંચ ઉપર નિહાળી શિક્ષણ પ્રધાન અને ગૌસ્વામી 108 વ્રજકુમારજી આનંદિત થઈ પ્રભાવિત થયા
રાજકીય સામાજિક આગેવાનો તથા વાલીઓ અને જુના કાર્યકર્તાઓથી ભરાઈ ગયેલ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
તા.14/09/2024 આજરોજ શ્રી રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ અંતર્ગત અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ ખાતે સિલ્વર જ્યુબિલી દીક્ષા ગ્રહણ સમારોહ યોજાઈ ગયો. કાર્યક્રમના ઉદઘાટક તરીકે પૂ. પા. ગૌસ્વામી 108 વ્રજકુમારજી મહારાજ તથા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ગુજરાત રાજ્યના શિક્ષણ-આરોગ્ય-કાયદા વિભાગના મંત્રી માન. ઋષિકેશભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાજકોટના મેયર માન.નયનાબેન પેઢડીયા ટ્રસ્ટના ચેરમેન માન. વિજયભાઈ રૂપાણી, ટ્રસ્ટી મતી અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી, અમીનેશભાઈ રૂપાણી અને મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો સમાજ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
- Advertisement -
પૂ. પા. ગૌસ્વામી 108 વ્રજરાજકુમારજીએ આશિર્વચન પાઠવતા જણાવેલ કે વિદ્યાર્થીઓ માટે એકાગ્રતા કેળવવી અત્યંત જરૂરી છે. મન એકાગ્ર હોય તો યાદશક્તિ વધે છે તેને માટે સૂર્ય, ચંદ્ર અને દિપક સામે એકધારું જોવાનું ત્રાટક કરવું જોઈએ. ઉપરાંત મૌન ધારણ કરવાથી શક્તિનો સંચય થાય છે. સાથે સાથે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ જંકફૂડ ત્યજીને ફળોનો આહાર કરવાનો ખાસ આગ્રહ કર્યો હતો. આજે મોબાઈલની આડઅસર થી બચવા માટે આટલી વાત કરવી ખાસ જરૂરી છે. આ ઉપરાંત તેમેણે જણાવેલ કે આજરોજ દાન એકાદશી છે. દાનમાં પણ વિદ્યાદાન શ્રેષ્ઠ દાન છે. પુજીત રૂપાણી ટ્રસ્ટ છેલ્લા 25 વર્ષથી આ પ્રવૃત્તિ નિયમિત રીતે કરી રહી છે. કોઈપણ દેશની પ્રગતિ એ દેશ કેટલો શિક્ષિત છે તેના ઉપરથી નક્કી થઈ શકે છે. પુજીત ટ્રસ્ટ સેવાની સાથે આ દેશભક્તિનું કર્મ પણ કરી રહ્યું છે. માત્ર શિક્ષણ જ નહીં પરંતુ ટ્રસ્ટ શિક્ષા અને દીક્ષા બંને કરી રહ્યું છે જે સરાહનીય છે. શાસ્ત્રોક્ત વિધિથી દીક્ષા ગ્રહણ કરેલા છાત્રોને જોઈને તેમણે જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ હું ચૂકી ગયો હોત તો મને ખૂબ અફસોસ થાત. આવા કાર્યક્રમ ભાગ્યે જ જોવા મળે છે. વિજયભાઈનો પુજીત એક પુણ્યશાળી આત્મા હતો જે થોડા સમય માટે આવ્યો અને રૂપાણી દંપતીને સેવાનો એક અલગ માર્ગ દેખાડતો ગયો. આજે પુજીતના માધ્યમથી સેકડો પુજીત નિર્માણ થયા છે જે ભારતનું ભાવિ ઘડનાર ઘડવૈયા છે. દીક્ષિત છાત્રોને શીખ આપતા જણાવેલ કે આજે તમોને આ ટ્રસ્ટનો સાથ મળ્યો છે તમો ભણી ગણીને ઉચ્ચ સ્થાને પહોંચો ત્યારે સમાજના જરૂરીયાતમંદ બાળકોને સાથ આપજો તો આ યજ્ઞ મહાયજ્ઞ બની રહેશે તેમ કહી ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અધ્યક્ષ સ્થાનેથી આશિર્વચન પાઠવતા રાજ્યના શિક્ષણ, આરોગ્ય મંત્રી ઋષિકેશ ભાઈ પટેલે જણાવ્યું હતું કે સમાજમાંથી મળેલી નામના અને પૈસાને પાછું સમાજને આપવાનું આવે ત્યારે સમાજના નબળા વર્ગની આશા પરિપૂર્ણ થાય છે. વિજયભાઈ એ એક રાજકારણી જીવ છે પરંતુ તેમના હૃદયમાં પડેલી સંવેદના આ ગરીબ બાળકોના ઉત્થાનમાં ઉજાગર થાય છે. તેમનામાં એક માનવતાવાદી ઇન્સાનના દર્શન થાય છે.
પ્રાસ્તાવિક ઉદબોધન કરતા ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે સર્જન વગરનું વિજ્ઞાન વ્યર્થ છે તેમ દીક્ષા વગરનું શિક્ષણ વ્યર્થ છે. આ ટ્રસ્ટમાં શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરવામાં આવે છે. આ ટ્રસ્ટમાં કોઈ નાત જાતના ભેદભાવ રાખવામાં આવતા નથી. પુજીતના અવસાન બાદ વિચાર આવ્યો કે કંઈક એવું કાર્ય કરવું કે જેનાથી સેવા થાય અને સમાજનું પણ ભલું થાય ત્યારે છેવાડાના માનવીનો વિચાર આવ્યો એટલે કે કચરો વીણતા બાળકો. આ બાળકોને નથી પોતાનું બાળપણ મળતું કે નથી બે ટકનો રોટલો, બસ આવા બાળકોનું ઉધ્ધાર કરવાનું નક્કી કર્યું અને આ દિશામાં ટ્રસ્ટ સતત કાર્યશીલ છે.
જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટના માધ્યમથી એવા બાળકો કે જેઓ ભણવામાં હોશિયાર હોય પરંતુ આર્થિક સ્થિતિ સારી ન હોય, સારું પ્લેટફોર્મ ન હોય તેમને ટ્રસ્ટ દ્વારા આ બધું પૂરું પાડી આજે 300 થી વધુ વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની મંજીલે પહોંચાડ્યા છે. આ બાળકોનો તો ઉધ્ધાર થયો છે સાથે સાથે તેમના પરિવારનો પણ ઉધ્ધાર થયો છે. આજે કેટલાય બાળકો ડોક્ટર થયા છે, એન્જિનિયર થયા છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થયા છે, સારી સારી કંપનીમાં જોબ કરતા થયા છે. આવા બાળકો આજે આ દીક્ષા ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા છે એમને જોઈને એમ લાગે છે કે 25 વર્ષના તપનું આ ફળ છે, પરિણામ છે. આ બાળકો આજે આત્મનિર્ભર થયા છે અને દેશને પણ આત્મનિર્ભર બનાવવા આ બાળકો અગ્રેસર બની રહેશે.
કાર્યક્રમની શરૂઆતમાં ટ્રસ્ટી ડો.મેહુલભાઈ રૂપાણીએ મહેમાનોના પરિચય સાથે સ્વાગત પ્રવચન કરેલ. જયારે ચેરમેન વિજયભાઈ સહિત તથા ટ્રસ્ટી મતી અંજલીબેન રૂપાણી તથા મહેશભાઈ ભટ્ટ વગેરેએ મહેમાનોનું બુકેથી સ્વાગત કર્યું હતું.
- Advertisement -
આજના આ કાર્યક્રમનું એક વિશેષ આકર્ષણ હતું કે છેલ્લા 25 વર્ષથી ચાલતા જ્ઞાનપ્રબોધિની પ્રોજેક્ટમાંથી આગળ આવેલા અને ઉજ્જવળ કારકિર્દી હાંસલ કરનાર 125 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ ડોક્ટર, એન્જિનિયર, સી.એ. થયેલા અને દેશ-વિદેશની સારી કંપનીમાં જોબ મેળવી પગભર થયેલા વિદ્યાર્થીઓએ ગૌરવ અને હર્ષ વ્યક્ત કર્યો હતો કે તેઓ ક્યાં હતા અને આજે ક્યાં છે. એક રિક્ષાવાળાની દીકરી ડોક્ટર બને, એક કારખાના વાળાનો દીકરો એન્જિનિયર બને, એક સામાન્ય પરિવારનો દીકરો સી.એ. બને આ વિદ્યાર્થીઓ આજે એક સાથે ભેગા થયા હતા અને પોતાની સિદ્ધિઓ વિજયભાઈ તથા અંજલિબેન સમક્ષ ગૌરવથી રજૂ કરી હતી. આજના કાર્યક્રમને યશસ્વી બનાવવા ટ્રસ્ટી મતિ અંજલીબેન રૂપાણી, મહેશભાઈ ભટ્ટ, ડો.મેહુલભાઈ રૂપાણી તથા અમીનેશભાઈ રૂપાણીના માર્ગદર્શન અંતર્ગત કમિટી મેમ્બર્સ હિંમતભાઈ માલવિયા, જયેશભાઈ ભટ્ટ, હસુભાઈ ગણાત્રા, રાજુભાઈ શેઠ, ગીતાબેન તન્ના, મીરાબેન મહેતા, સી. કે. બારોટ, ભારતીબેન બારોટ તથા ઉલ્કાબેન બક્ષી, વહીવટી અધિકારી ભાવેનભાઈ ભટ્ટ, કો-ઓર્ડીનેટર સાગરભાઈ પાટીલ ઉપરાંત કાર્યકર્તાઓ કનુભાઈ હિંડોચા, કિશોરભાઈ ગમારા, ઉમેશભાઈ કુંડલીયા, દિલીપભાઈ મીરાણી, કિરીટભાઈ પરમાર, કેતનભાઇ મેસવાણી કે.બી.ગજેરા વગેરેએ જહેમત ઉઠાવી હતી.
આજના આ કાર્યક્રમમાં રાજકીય અને સામાજિક અગ્રણી ધારાસભ્ય દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, પ્રવીણભાઈ માંકડિયા, ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠીયા, ભુપતભાઈ બોદર, ધનસુખભાઈ ભંડેરી, નીતિનભાઈ ભારદ્વાજ, જીલ્લા પંચાયત પ્રમુખ પ્રવીણાબેન રંગાણી, ડી.ડી.ઓ. ડો.નવનાથ ગવ્હાણે, એડીશનલ કલેકટર ચેતનભાઈ ગાંધી, પૂર્વ મેયર રક્ષાબેન બોળીયા, બીનાબેન આચાર્ય, અશ્વિનભાઈ મોલિયા, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકોર, રામજીભાઈ માવાણી (પૂર્વ સાંસદ), રમાબેન માવાણી નેહલભાઈ શુક્લ, જાનવીબેન લાખાણી, નિલેશભાઈ શાહ, હરીશભાઈ શાહ, શૈલેષભાઈ લોટીયા, મયુરભાઈ શાહ, કમલેશભાઈ પારેખ, દિવ્યેશભાઈ અઘેરા, ડો.વિભાકરભાઈ વચ્છરાજાની, બીપીનભાઈ વસા, ગીતાબેન વસા, મીત્સુબેન વ્યાસ, મુકેશભાઈ મહેતા, શૈલેશભાઈ માંડલિયા, નીરદભાઈ પાઠક, રવજીભાઈ દવેરા, પ્રવિણભાઈ ખોખર, જયદીપભાઈ ગોહેલ, જીજ્ઞેશભાઈ રત્નોતર એન.જી.પરમાર, કર્મચારીઓ શીતલબા ઝાલા, પ્રીતીબેન મહેતા, ધાનીબેન મકવાણા, શિલ્પાબેન કુમારખાણીયા, વર્ષાબેન મકવાણા, દીપકભાઈ જોષી, અનિલભાઈ ચાવડા, કાંતિભાઈ નિરંજની, દીપ્તિ ગરાચ, નયનાબેન ડાભી, સકીનાબેન અજમેરી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.