ખાસ-ખબર સંવાદદાતા
રશિયાની પ્રાઇવેટ આર્મી ગણાતા વેગનર ગ્રૂપના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વિરુદ્ધ ભલે વિદ્રોહ ખતમ થઇ ગયો હોય પરંતુ ખતરો સંપૂર્ણપણે ટળ્યો નથી. વેગનર ગૃપના વિદ્રોહના અંત પછી રશિયા પર એક વિચિત્ર સન્નાટો છવાઈ ગયો છે પણ વાગનર દ્વારા સત્તા સામે થયેલ બળવાનું કારણ ગણાતા અને જેના ઈશારે વાગનર આર્મી પર હુમલો થયાનું મનાઈ રહ્યું છે તેવા રશિયાના સંરક્ષણ મંત્રી સરગેઈ શોઈગુએ પ્રથમ વખત જાહેરમાં હાજરી આપી છે. તેમના આ પદ પર રહેવાના ભાવિ અંગે અનેક તર્ક-વિતર્કો થઈ રહ્યાં છે ત્યારે પુતિન નહિ પરંતુ શોઈગુનું પબ્લિક અપિરિયન્સ સૂચક છે.
પુતિન સામે વિદ્રોહનો એલાર્મ વધારનાર વેગનર ગ્રુપના વડા યેવગેની પ્રિગોઝિન 24 કલાકથી વધુ સમયથી જોવા મળ્યા નથી. આ સાથે, રશિયન રાષ્ટ્રપતિ પણ છેલ્લા 24 કલાકમાં જાહેરમાં જોવા મળ્યા નથી. નોંધપાત્ર વાત એ છે કે, 24 કલાક પહેલા પુતિનની સેના અને વેગનર ગ્રુપની સેના સામસામે હતી. પ્રિગોઝિનના સૈનિકો ઝડપથી મોસ્કો તરફ આગળ વધી રહ્યી હતી પરંતુ સાંજ સુધીમાં, વેગનરના વડા યેવગેની પ્રિગોઝિને પીછેહઠની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, હવે તેના સૈનિકો મોસ્કો તરફ આગળ વધશે નહીં. તેઓ રશિયા સાથેના કરાર પછી પાછા ફર્યા. જોકે આ બધાની વચ્ચે પુતિનની અજેય ઈમેજને ઘણું નુકસાન થયું છે.