22 વર્ષના ગુરસિસસિંઘનો હત્યારો સ્થાનિક કેનેડિયન: હત્યાના કારણ અંગે તપાસ
કેનેડામાં ભારતીયો સામે સતત વધી રહેલા અપરાધોમાં હવે ગત તા.1ના રોજ અહીં અભ્યાસ કરતાં એક ભારતીય વિદ્યાર્થીની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી આ વિદ્યાર્થીની ઓળખ 22 વર્ષીય ગુરુસિસસિંઘ તરીકે થઇ છે અને તે લેબ્ટોનની કોલેજમાં બીઝનેસ ગ્રેજ્યુએટ તરીકે અભ્યાસ કરતો હતો અને તેની હત્યામાં 33 વર્ષના ક્રોસલી હન્ટરની ધરપકડ કરવામાં આવી છે.
- Advertisement -
આ બંને વિદ્યાર્થીઓ એક મકાનમાં સાથે રહેતા હતા અને બન્ને વચ્ચે રસોડામાં કોઇ બાબતે વિવાદ થતાં હંટરે છરીના ઘા મારીને સિંઘની હત્યા કરી હતી. સરેનીય પોલીસે જણાવ્યું હતું કે, હત્યારાની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર કેસની તપાસ કરવામાં આવી છે. હત્યાના કારણ અંગે હજુ કોઇ માહિતી મળી નથી.
કોલેજ સત્તાવાળાઓએ પણ સ્વીકાર્યુ છે કે આ પ્રકારે ભારતીય સામે અપરાધો વધી રહ્યા છે. હાલમાં જ અહીં એક ભારતીય વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરવામાં આવી હતી અને તેમાં અંદર દુશ્મનાવટ હોવાનું બહાર આવ્યું હતું.
- Advertisement -