અપહરણ, ખંડણી, દબાણ, અને બેનામી મિલ્કતોના કથિત કૌભાંડમાં મહિલા અગ્રણી તથા રાજકીય પરિવારજનોના નામ, સૌરાષ્ટ્રભરમાં ભારે ચર્ચા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદરમાં ભારે ચકચાર સર્જનારા હિરલબા જાડેજા અને હિતેષ ઓડેદરાના અપહરણ તથા ખંડણીના ગંભીર ગુનામાં પોલીસે તપાસનો કસો વધુ તીવ્ર કર્યો છે. હાલમાં બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ પર છે અને તપાસની દિશામાં પોલીસ વધુ મોટાં ખુલાસાં કરવા માટે તજવીજમાં લાગી ગઈ છે. શહેરભરમાં આ કેસ ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકોને “મદદ” બહાને મજબૂરીનો લાભ લીધો હોવાની ચર્ચાઓ પ્રવર્તી રહી છે.
કુછડી ગામના પરિવારજનોને અપહરણ કરી દાગીના પડાવવાના અને ખંડણી માગી ધાક-ધમકી આપવાના આ ગુનામાં પોરબંદર મહેર સમાજની મહિલા અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય પરિવાર સાથે સંકળાયેલી હિરલબા જાડેજા (હંસાબા મેરામણ ખાચર) પર 70 લાખ રૂપિયાની ઉઘરાણીના આક્ષેપો સાથે ગુનો નોંધાયો છે. હાલ પોલીસ તમામ દિશામાં તપાસ ચલાવી રહી છે જેમાં બેન્ક ખાતા, ઇન્કમટેક્ષ રિટર્ન, મિલ્કત દસ્તાવેજો સહિતના અનેક દસ્તાવેજોની ચકાસણી શરૂ થઈ ગઈ છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, તપાસ દરમિયાન કેટલાક બેનામી આર્થિક વ્યવહારો, લેણદેણ તથા બેનામી થયેલા મિલ્કત સોદાઓ સામે આવી રહ્યાં છે. આ મામલામાં અન્ય રાજ્યો સુધી પોલીસની ટીમ દોડી શકે છે. આરોપી હિરલબાની તબીયત રિમાન્ડના પ્રથમ દિવસે લથડતા તેમને ભાવસિંહજી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં, જ્યાં સારવાર બાદ તેઓ ફરી પોલીસ હવાલે થયા હતા. ત્યારે આજે ફરી પાછું તેમનું બ્લડ પ્રેશર વધી જતા તેને હાલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા છે. ત્યારે ચર્ચાઓ એવી પણ ચાલી રહી છે કે પોલીસે મેળવેલા રિમાન્ડ દરમ્યાન આકરી પૂછપરછ હાથ ધરતા તેઓનું બ્લડ પ્રેશર વધી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સુરજીત મહેડું, એલસીબી પીઆઈ કાંબરીયા અને તપાસ અધિકારી પીઆઈ કાનમીયા દ્વારા કેસની ઊંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી રહી છે. ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોની ધરપકડ માટે જુદી-જુદી ટીમો કાર્યરત છે અને આરોપીઓના પાયાના સંબંધોને શોધી કાઢવાની તજવીજ ચાલી રહી છે. આ કેસમાં ફરાર આરોપી વિજય ઓડેદરાની શોધ માટે ત્રાટકેલી પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળવાની આશા છે. સાથે જ નેત્રમ સાખાની મદદથી પણ સમગ્ર વ્યવહારની તહકીકાત થઇ રહી છે. નોંધપાત્ર બાબત એ છે કે લીલુબેનના પરિવાર સાથે બનેલી ઘટના બાદ આવી સ્થિતિમાં ફસાયેલા અનેક લોકોએ મદદ માંગવાની ઘટના પણ ચર્ચાનો વિષય બની છે. આ કેસમાં સહાયતા કરતાં આરોપીઓએ લોકોને કાયદાકીય દબાણ, ખાલી ચેક પર સહીઓ તથા મિલ્કતો હડપવાના આક્ષેપો પણ થયા છે. મોટા પાયે નાણાકીય કૌભાંડો અને અસલમાં અન્ય અસામાજિક તત્વો સામેલ હોવાની શક્યતા વચ્ચે પોલીસ વધુ રિમાન્ડની માંગણી કરીને મોટાં ભાંડા ફોડશે તેવા સંકેતો મળી રહ્યાં છે.
- Advertisement -
અપહરણ, ખંડણી, અને કરોડોના ગોરખધંધામાં લિપ્ત ‘મહિલા અગ્રણી’
તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તો અંદાજીત 100થી 200 કરોડના બેનામી વ્યવહારો બહાર આવે તેવી પ્રબળ શકયતાઓ
હિરલબા કેસમાં પોરબંદર પોલીસ કરશે મોટો વિસ્ફોટ!
અપહરણ-ખંડણીથી શરૂ થયેલો મામલો હવે કરોડોનું રહસ્ય ઉઘાડશે?
હિરલબા જાડેજા કેસમાં પોલીસ ઈન્કમ ટેક્સ વિભાગને તપાસમાં જોડે તેવી શક્યતાઓ
પોલીસની આકરી પૂછપરછના કારણે હિરલબાને ફરી પાછા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી