અઢી વર્ષથી યુનિ. ઇન્ચાર્જ કુલપતિના ભરોસે : કાયમી કુલપતિ નિમવા માંગ
રાજ્ય સરકારમાં કૌભાંડોની તપાસ કરવા રજૂઆત છતા પરિણામ શૂન્ય
- Advertisement -
યુનિવર્સીટીનાં અધિકારીઓ અને કર્મચારીઓ પ્રશ્ર્નોનો ઉકેલ આવતો નથી
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં ફરજ બજાવતા અધિકારીઓ, કર્મચારીઓ, વૈજ્ઞાનિકો સહિતનાં પડતર પ્રશ્ર્નોનો ઉકેલ આવતો નથી. અનેક વખત રજુઆત છતા કર્મચારીનાં પ્રશ્ર્નો ઉકેલાતા નથી. રાજયની તમામ યુનિવર્સીટીનાં કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ મળ્યો છે. પરંતુ જૂનાગઢ કૃષિ યુનિ.નાં કર્મચારીઓને હજુ લાભ મળ્યો નથી. આ સહિત અનેક મુદે એપ્રિલ મહિનામાં રાજયપાલને રજુઆત પણ કરી હતી. આ આગાઉ પણ રજુઆતો કરવામાં આવી હતી,પરંતુ ઉકેલ આવતો નથી.
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં દેશ-વિદેશથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે. અહીં ખેતી પાકને લઇ સંશોધન અને પ્રયોગ થઇ રહ્યાં છે. વિશ્ર્વમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીની નામનાં છે.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી જૂનાગઢ યુનિવર્સીટીનો વહીવટ ખાડે ગયો હતો તેવી ફરિયાદો ઉઠી છે. તેની પાછળનું મુખ્ય કારણ જૂનાગઢ કૃષિ યુનિ.માં છેલ્લા અઢી વર્ષ કરતા વધુ સમયથી ઇન્ચાર્જ કુલપતિ વહીવટ કરી રહ્યાં છે. વિશાળ યુનિવર્સીટીમાં કાયમી કુલપતિની નિમણુંક કરવામાં આવી નથી. પરિણામે અનેક નીતી વિષયક કામ અટકી પડ્યાં છે. વિશાળ કેમ્પસ ધરાવતી યુનિવર્સીટીના અનેક સમસ્યાઓ ઉભી થઇ રહી છે.જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં કાયમી કુલપતિની નિમણુંક કરવા અને યુનિવર્સીટીમાં થયેલા કૌભાંડની તપાસ કરવાની માંગ સાથે જૂનાગઢમાં સહી જુંબેશનો પ્રારંભ થયો છે. સહી જુંબેશ કરનાર સહી જીજ્ઞેશ પંડ્યા અને વિરલ જોટવાએ આક્ષેપ કર્યા હતાં કે, જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીમાં અઢી વર્ષથી ઇન્ચાર્જ કુલપતિનાં ભરોષે ચાલે છે. યુનિવર્સીટીમાં થયેલા કૌભાંડનાં આક્ષેપો વચ્ચે બે કુલપતિ નિવૃત પણ થઇ ગયા છે. કૌભાંડને અનેક રજુઆત કરવામાં આવી છે, પરંતુ આજદિન સુધી કોઇ પરિણામ આવ્યું નથી. આજ બીનરાજકીય સહી જુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સીટીને બચાવાનાં પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અઢી વર્ષથી યુનિવર્સીટીનો વહીવટ ખાડે ગયો છે. આજ સુધી યુનિવર્સીટીને નિષ્ઠાવાન અને પ્રામાણીક અધિકારી મળ્યાં નથી. સરકાર પણ જાણે યુનિવર્સીટીને બચાવવા માંગતી ન હોય તેવું લાગી રહ્યું છે.
ડિપાર્ટમેન્ટની તપાસ ચાલુ છતા પેન્શનનાં લાભ મળ્યાં
- Advertisement -
જૂનાગઢ કૃષિ યુનિવ ર્સીટીનાં અધિકારીએ સીસીસી પ્લસ પાસ ન હોય અન્ય બે અધિકારી સામે ડીપાર્ટમેન્ટ તપાસ ચાલુ હોવા છતાં તે તમામને પેન્સનનાં લાભો મંજુર કરવામાં આવ્યાં છે.છતા પણ કોઇ પુછતું નથી.
ગેરકાયદેસર મદદનીશ પ્રાધ્યાપકની નિમણૂંક
જીજ્ઞેશ પંડ્યા અને વિરલ જોટવાએ કહ્યું હતું કે, પૂર્વ કુલપતિ ડો. એ.આર.પાઠક અને પૂર્વ સંશોધન નિયામક અને તત્કાલીન ઇન્ચાર્જ કુલપતિ ડો. વી.પી. ચોવટીયા સાથે મળી ડો.ચોવટીયાનાં પુત્ર કે જેને માસ્ટર ડીગ્રી એગ્રીકલ્ચરની ફેકલ્ટીની બદલે અન્ય સરકારની અમાન્ય યુનિવર્સીટીમાંથી માસ્ટર ડીગ્રી કરેલ હોવા છતા મદદનીશ પ્રાધ્યાપકમાં નિમણુંક કેવી રીતે આપી ?, આવી ગેરકાયદેસર ભરતીને કોણ રક્ષણ આપે છે?.તેવા સવાલ ઉઠાવ્યાં હતાં.
રજા જમા હોય તેની સામે રજાના બદલે રોકડા રૂપિયા આપ્યા હોવાનો આરોપ
બન્નેએ આક્ષેપ કર્યો હતો કે, પૂર્વ કુલપતિએ પોતાની સત્તાનો દુરઉપયોગ કરી જૂનાગઢ,આણંદ અને નવસારી ત્રણ જગ્યાએથી નિમય વિરુધ્ધ રજાનું રોકડમાં રૂપાંતર કર્યું છે અને લાખો રૂપિયા ઉપાડી લીધા છે. તેમજ ફીઝીકલ ઇન્સ્ટ્રકટરનાં કર્મચારીનો ઉતરોતર પગાર વધારો મંજુર કરવામાં આવ્યો હતો. સરકારી નાણાંનો વ્યય કર્યો હોવા છતા કોઇ પુછતું નથી.