– 63 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ
સિદ્ધીકી ઈસ્માઈલ મલયાલમ ઈન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટર હતા. છેલ્લા થોડા દિવસથી તે નિમોનિયા અને લીવરની બિમારીથી ઝઝુમી રહ્યા હતા. તબીયત બગડવા પર તેમણે કોચ્ચિના અમૃતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા.
- Advertisement -
મલયાલમ ફિલ્મોના ફેમસ ડાયરેક્ટર સિદ્ધીકી ઈસ્માઈલને લઈને એક દુખદ ખબર સામે આવી છે. 63 વર્ષની ઉંમરમાં હાર્ટ એટેક આવવાના કારણે તેમનું નિધન થયું છે. તેમણે સલમાન ખાનની ફિલ્મ ‘બોડીગાર્ડ’નું ડાયરેક્શન કર્યું હતું.
View this post on Instagram- Advertisement -
મલયાલમ ઈન્ડસ્ટ્રીમાં છે ખૂબ નામ
સિદ્દીકી ઈસ્માઈલ મલયાલમ ઈન્ડસ્ટ્રીના ફેમસ ડાયરેક્ટર હતા. છેલ્લા થોડા દિવસોથી તે નિમોનિયા અને લિવરની બીમારીથી ઝઝુમી રહ્યા હતા. તબીયત બગડવા પર તેમને કોચ્ચિનના અમૃતા હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા.
સારવાર વખતે તેમને એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેનના સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા. તે સમયે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેમણે હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધુ.
View this post on Instagram
1989માં કરી હતી કરિયરની શરૂઆત
તેમણે પોતાના કરિયરની શરૂઆત 1989માં આવેલી મલયાલમ ફિલ્મ ‘રામજી રાવ સ્પીકિંગ’થી કરી હતી. તેમણે ‘હરિહર નગર’, ‘કાબુલીવાલા’, ‘વિયતનામ કોલોની’, અને ‘હિટલર’ જેવી મૂવીઝ માટે પણ ઓળખવામાં આવે છે.
તેમની છેલ્લી ફિલ્મ બિગ બ્રધર હતી જે બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલ અને એક્ટર અરબાઝ ખાન લીડ રોલમાં હતા.
સલમાન ખાનની બોડીગાર્ડ કરી હતી ડાયરેક્ટ
સિદ્ધીકીએ સલમાન ખાનની ફિલ્મ બોડીગાર્ડમાં ડાયરેક્શન કર્યું હતું. આ ફિલ્મ 2011માં રિલીઝ થઈ હતી. ફિલ્મે બોક્સઓફિસ પર ધૂમ મચાવી હતી.