રાજસ્થાનનાં જેસલમેરમાં સુર્યગઢ પેલેસમાં લગ્નવિધી સંપન્ન: દુલ્હનના રૂપમાં કિયારા ખૂબસૂરત અને દુલ્હો સિદ્ધાર્થ હેન્ડસમ લાગતા હતા
બોલિવુડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી ગઈકાલે હંમેશને માટે એકબીજાના થઈ ગયા હતા.મંગળવારે પરિવાર અને નજીકના મિત્રો-સબંધીઓ વચ્ચે બન્નેએ સાત ફેરા ફર્યા હતા. બોલિવુડની સેલિબ્રિટી પણ તેમને આ પ્રસંગે આર્શીવાદ આપવા પહોંચી હતી.
- Advertisement -
અહેવાલો મુજબ લગ્નની પ્રાઈવસી જાળવવા મુંબઈ અને દિલ્હીથી વેઈટર્સની ટીમ બોલાવાઈ હતી.લગભગ 500 વેઈટરોની ટીમ તૈનાત કરાઈ હતી અને તેમનો ખાસ ડ્રેસ કોડ નકકી કરાયો હતો.લગ્નમાં ઉપસ્થિત બધા મહેમાનો હોટેલ સ્ટાફના મોબાઈલ પર ખાસ કવર ચડાવાયું હતું. જેથી તેઓ કોઈ ફોટો ન ખેંચી શકે કે વિડીયો ન બનાવી શકે. મંગળવારે સૌથી પહેલા સવારે હલ્દી ફંકશન રખાયું હતું. જેમાં કિયારા અને સિધ્ધાર્થનાં પરિવારજનો ઉપરાંત મહેમાનો પણ સામેલ થયા હતા.
લગ્ન પ્રસંગે કિયારાએ ઓફ વ્હાઈટ લહંગા-ચોલી પહેરી હતી અને સિધ્ધાર્થે પીળા રંગનો કુર્તો-પાયજામો પહેર્યો હતો. આ ફંકશનમાં જયા સિદ્ધાર્થને મહેમાનોએ હલ્દીથી નવડાવ્યો તો કિયારાએ પણ ખુબમસ્તી કરી હતી. ત્યારબાદ બપોરે લગ્નવિધી યોજાઈ હતી. આ લગ્નવિધી સુર્યગઢ પેલેસના વાવડી વેન્યુ પર થઈ હતી.
લગ્ન દરમ્યાન દુલ્હનના રૂપમાં કિયારા ખુબ જ સુંદર દેખાતી હતી તો સિધ્ધાર્થ મલ્હોત્રા પણ દુલ્હાના રૂપમાં હેન્ડસમ દેખાતો હતો. બપોરે લગ્નવિધી બાદ સાંજે રિસેપ્શન સુર્યગઢ પેલેસનાં સેલીબ્રેશન લોનમાં રખાયું હતું.