રાજ્ય સરકારે સરકારી કર્મચારી માટે બે મહત્ત્વના નિર્ણય લીધા
ઙઙઘ બુક કે આધાર-પૂરાવામાં નામમાં માનવાચક શબ્દનો તફાવત હશે તો પણ પેન્શન અટકાવાશે નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજ્ય સરકારે બે નિર્ણય લીધા છે. જેમાં હવે સરકારી કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય અને તેની સાથે રહેતા હોય તેવા ભાઈ-બહેનને પણ ઙખઉંઅઢ હેઠળ મળતી કેશલેસ સારવારનો લાભ મળશે. તેમજ પીપીઓ બુક કે આધાર-પૂરાવાઓમાં નામમાં માનવાચક શબ્દનો તફાવત હશે તો પણ પેન્શન અટકાવાશે નહીં. કચેરી દ્વારા બહાર પાડવામાં આવેલી સૂચના અનુસાર ભાઈ, કુમાર, દાસ, લાલ, બેન જેવા માનવાચક શબ્દોને કારણે નામમાં થતી નાના તફાવતને ધ્યાનમાં લઈ પેન્શન ચુકવણી અટકાવવી યોગ્ય નથી. જો પી.પી.ઓ.માં નોંધાયેલ વ્યક્તિ અને આધાર-પુરાવામાં દર્શાવાયેલ વ્યક્તિ એક જ હોવાની પૂરતી ખાતરી થાય તો પેન્શનની ચુકવણી નિયમ મુજબ ચાલુ રાખવાની સૂચના આપવામાં આવી છે. આ નિર્ણયનો હેતુ એ છે કે પેન્શન કેસોમાં નામ સુધારવાની પ્રક્રિયા લાંબી અને સમયલક્ષી હોવાથી પેન્શનરોને અનાવશ્યક મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. અનેક કેસોમાં માત્ર માનવાચક શબ્દોની તફાવતને કારણે પેન્શન/ફેમિલી પેન્શન અટકી જતી હતી.હવે તિજોરી કચેરીઓને સૂચના આપવામાં આવી છે કે આવી નાના તફાવત હોય છતાં જો વ્યક્તિની ઓળખ સ્પષ્ટ થાય તો પેન્શન અને એરિયર્સની ચુકવણી નિયમ મુજબ ચાલુ રાખવામાં આવે, જેથી પેન્શનરોને વિલંબ વગર લાભ મળી શકે.
પરિવારના સભ્યની સારવાર અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ માટે લેવાયેલા મહત્વ નિર્ણયની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, 2002 હેઠળ ‘કુટુંબ’ની વ્યાખ્યામાં સુધારો કરીને તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. આ અંગે સત્તાવાર પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે.
કર્મચારીને બીજી પત્ની હશે તો તે કુટુંબની સભ્ય નહીં ગણાય
“કુટુંબ” શબ્દમાં આ નિયમોના હેતુ માટે, એક કરતાં વધુ પત્નીનો સમાવેશ થતો નથી. સરકારી કર્મચારીના અંગત કાયદા હેઠળ જો દત્તક વિધિ ગ્રહણ કાયદેસર ગણાતી હોય અને તેથી દત્તક લીધેલ બાળકને ઔરસ બાળકનો દરજ્જો પ્રાપ્ત થતો હોય, તો તેણે દત્તક લીધેલા બાળકને કાયદેસર ઔરસ બાળક ગણવામાં આવશે. ઔરસ કે ઓરમાન બાળક, માતા-પિતા, બહેન, સગીર ભાઈ જેઓ સરકારી કર્મચારી સાથે રહેતા હોય અને જેમની બધા સ્ત્રોતોથી થતી પેન્શન સહિતની (પેન્શન ઉપર મળવાપાત્ર થતા હંગામી વધારા સહિતની) માસિક આવક રૂ.500થી વધુ થતી ન હોય તેવા સભ્યો સરકારી કર્મચારી ઉપર પૂર્ણત: આશ્રિત’ ગણાશે.
- Advertisement -
નિયમમાં કરાયેલા સુધારાનો તુરંત અમલ કરાશે
સરકારના નિર્ણય અનુસાર હવે સરકારી કર્મચારી સાથે રહેતા અને તેના પર આર્થિક રીતે આધારિત પરિવારના સભ્યોને સારવાર સંબંધિત લાભોમાં સમાવેશ કરવામાં આવશે. નવા સુધારા મુજબ કર્મચારી સાથે રહેતા માતા-પિતા, પત્ની અથવા પતિ, સંતાનો ઉપરાંત અન્ય નિર્ભર સભ્યોને પણ કેટલીક પરિસ્થિતિમાં લાભ મળવાની જોગવાઈ કરવામાં આવી છે. આ સુધારા બાદ હવે સરકારી કર્મચારીઓને તબીબી સારવાર માટે મળતા લાભોમાં વધુ સ્પષ્ટતા આવશે અને નિર્ભર પરિવારના સભ્યોને પણ યોગ્ય સારવાર સુવિધાનો લાભ મળી શકશે. સરકારે જણાવ્યું છે કે નિયમોમાં કરાયેલા આ સુધારો તરત જ અમલમાં આવશે



