સવારથી જ ગ્રાહકો ખરીદી કરવા પહોંચી રહ્યાં હતા : ઘટયા ભાવ, વળતર સ્કીમનો લાભ અને શુકનવંતા અવસરે ગ્રાહકોનો ઉત્સાહ બેવડાયો હતો
અક્ષય તૃતીયાના અવસરે ઝવેરીબજારમાં શુકનવંતી ખરીદીના ધમધમાટ શરુ થયો છે આજ સવારથી જ ગ્રાહકોની ચહલ પહલ સાથે ખરીદીનો માહોલ જામ્યો હતો જોકે સાંજથી ગ્રાહકી વધવાની આશા સાથે આજના શુકનવંતા અવસરે ઝવેરીબજાર મોડે સુધી ધમધમશે તેવી ધારણા છે.
- Advertisement -
પેલેસ રોડ પર કલાત્મક આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે સોનાના દાગીનાની ઘડામણમાં અને ડાયમંડ જવેલરીની મજુરીમાં વિશેષ વળતર જાહેર કરાયુ છે જેને પ્રતિસાદ મળી રહયાનું વેપારીઓ જણાવે છે વેપારીઓના માનવા મુજબ અક્ષય તૃતીયાના દિવસે વણ જોઈતું મુહુર્ત હોય ખરીદીનું વિશેષ મહત્વ છે.
ઝવેરી બજારમાં અવનવા આભૂષણોનો ઝળહળાટ સર્જાયો છે ગ્રાહકો માટે મનમોહક ડીઝાઇનની એન્ટીક જવેલરી,ટ્રેડીશનલ તેમજ ફેન્સી આભૂષણો ઉપરાંત ડાયમંડ જવેલરી પણ ઝગમગી રહી છે આ ઉપરાંત પ્રેઝેન્ટેશન,ગીફ્ટ આર્ટીકલ અને લગ્ન પ્રંસગ માટે બ્રાઈડલ જવેલરીની વિશાલ રેંજ જોવા મળે છે આ ઉપરાંત હળવા વજનના બુટી, બાલી, વીટી પેન્ડલ,રંગ બેરંગી મીનાકારી અને નંગ ડાયમંડની કાનની લટકણ બાલી સહિતની વેરાયટીઓ પણ આકર્ષણ જમાવે છે.
અક્ષય તૃતીયાના શુકનવંતા અવસરે ઝવેરીબજારમાં રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસો,એ સોનાના અને ડાયમંડના આભૂષણોની ઘડામણમાં વિશેષ વળતરની ઓફર મૂકી જેમાં એસો,ના સભ્ય જવેલર્સ દ્વારા સોનાના 10 ગ્રામ ઘરેણાની ખરીદી પર રૂપિયા 1250નું મજુરીમાં વળતર અને ડાયમંડ જવેલરીની ખરીદીમાં મજુરીમાં 50 ટકા જેટલું જબરું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છે



