મિશનને ચાર દિવસ લંબાવાયું: અગાઉ 10 જુલાઈના રોજ સ્પેસ સ્ટેશનથી પરત ફરવાનું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારતીય અવકાશયાત્રી શુભાંશુ શુક્લા 14 જુલાઈએ પૃથ્વી પર પાછા ફરશે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ ગુરુવારે આ માહિતી આપી. શુભાંશુ સહિત ચાર ક્રૂ સભ્યો એક્સિયમ-4 મિશન હેઠળ આંતરરાષ્ટ્રીય અવકાશ સ્ટેશન (ઈંજજ) પહોંચ્યા હતા.
25 જૂને ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી એક્સિયમ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. ડ્રેગન અવકાશયાન 28 કલાકની મુસાફરી પછી 26 જૂને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર પહોંચ્યું. જોકે, આ મિશન 14 દિવસનું હતું. હવે અવકાશયાત્રીઓના પાછા ફરવામાં ચાર દિવસનો વિલંબ થશે. આ પહેલા 6 જુલાઈના રોજ, શુભાંશુની કેટલીક તસવીરો ઈંજજ સ્ટેશન પરથી બહાર પાડવામાં આવી હતી. જેમાં શુભાંશુ કુપોલા મોડ્યુલની બારીમાંથી પૃથ્વી તરફ જોતા જોવા મળ્યા હતા. કુપોલા મોડ્યુલ એક ગુંબજ આકારની અવલોકન બારી છે, જેમાં 7 બારીઓ છે.
પ્રધાનમંત્રી મોદીએ 28 જૂનના રોજ શુભાંશુ સાથે વીડિયો કોલ કર્યો હતો. જ્યારે તેમણે પૂછ્યું કે અવકાશ જોયા પછી તેમને પહેલા કેવું લાગ્યું, ત્યારે ગ્રુપ કેપ્ટન શુક્લાએ કહ્યું, ‘અવકાશમાંથી, તમને કોઈ સીમાઓ દેખાતી નથી. આખી પૃથ્વી એક થઈ ગયેલી દેખાય છે.’ શુભાંશુએ પીએમ મોદીને કહ્યું- અવકાશથી ભારત ખૂબ જ ભવ્ય દેખાય છે. આપણે એક દિવસમાં 16 સૂર્યોદય અને 16 સૂર્યાસ્ત જોઈએ છીએ. પીએમ મોદીએ શુભાંશુ શુક્લાને પૂછ્યું કે તમે ગાજરનો હલવો લઈને આંતરરાષ્ટ્રીય અવકાશ મથક ગયા છો. શું તમે તમારા સાથીદારોને ખવડાવ્યો? આના પર શુભાંશુએ કહ્યું કે હા, મેં મારા સાથીદારો સાથે બેસીને ખાધું.