રામ મંદિર નિર્માણ માટે 1990 અને 1992માં બે કાર સેવા યોજાઇ
મંદિરનું નિર્માણ થતા સેંકડો કાર સેવકોનું સપનું સાકાર થયું
- Advertisement -
સોરઠભરના હજારો કાર સેવકો જોડાયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
22 જાન્યુઆરી 2024ના પ્રભુ શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે બિરાજવાના છે.ત્યારે 1990 અને 1992માં કારસેવા કરનાર કારસેવકોનું સપનું પૂરું થયું છે.અને સેંકડો કારસેવકોના બલિદાન આપ્યા બાદ આજે ભવ્ય રામ મંદિરનું નિર્માણ થતા એ સમયે કરેલી કાર સેવાનો ઇતિહાસ ખાસ ખબર સાથે વાગોળ્યો હતો અને કારસેવા સમયે કેટલી મુશ્કેલી સાથે કારસેવા કરી હતી તેના પુરાવા રૂપે 1990માં લખેલી ટપાલો આજે પણ સાંચવી રાખીને ઇતિહાસને ફરી જીવંત કર્યો છે. રામ મંદિરના નિર્માણ માટે 500 વર્ષથી અનેક લોકો લડાઈ લડી ચુક્યા છે ત્યારે 1990 પ્રથમ વખત કારસેવા થઇ હતી જેમાં સોરઠના હજારો લોકો જોડાયા હતા જેમાં વિસાવદરના એ સમયના કિશાન સંઘના પ્રમુખ કનુભાઈ ભાલાળા પણ કારસેવામાં જોડાયા હતા ત્યારે તેને લખેલી ટપાલો ખાસ ખબરને મોકલી હતી અને ઇતિહાસને વાગોળ્યો હતો જેમાં 8 થી ટપાલોમાં જે લખ્યું છે. તેવાતો આજે સામે આવી છે.
તા.22-10-1990માં લખેલી ટપાલના અંશો
પુ.બા બાપુજી તેમજ સર્વે કુશળ હશો વી.સાથ લખવાનું કે અમે અમદાવાદથી સાબરમતી રેલવે સ્ટેશનથી બીના નામના સ્ટેશન સુધીની અત્યારે ટિકીટ લીધી છે અને ટ્રેન રાત્રે 8:30 વાગ્યે 22.10.1990ના રોજ ઉપડશે પછી આગળના કાર્યક્મની માહિતી ત્યાંથી મળશે. અને ચિંતાનું કોઇ કારણ નથી અમદાવાદ અત્યારે અમે હજારોની સંખ્યામાં કાર સેવકો જઇ રહ્યા છીએ. હવે પછી ટપાલ પાછી લખીશુ. લી.કનુભાઇ તથા ભાણજીભાઇ દરજી, ભગત અશોકભાઇના પ્રણામ… લી.કનુભાઇ ભાલાળા
- Advertisement -
તા.23/10/1990ના દિવસે લખેલી ટપાલ
લખવાનુ કે, આજે રાત્રે 9 વાગ્યે ઉત્તર પ્રદેશના ઝાંસી રેલ્વે સ્ટેશને અમારી ધરપકડ કરેલ છે અને અમો જુદા-જુદા વિસ્તારના પાંચ હજાર કાર સેવકો છીએ. હજુ 10:30 વાગ્યા સુધી તો અમો સ્ટેશનમાં બેઠા છીએ સરકાર પાસે માણસોને લઇને જવાની સગવડ નથી. અમો રામધૂન અને સુત્રોથી રેલ્વે સ્ટેશન ગજાવીએ છીએ. હવે કયાં લઇ જાય છે તે અત્યારે ખબર પડે તેમ નથી. અને પોલીસ અમારા સહકારમાં છે અને જે બોલે છે તો અમારી કોઇ જાતની ચિંતા કરશો નહીં. 30 તારીખ પછી અમારો છુટકારો કરશે. તેવુ લાગે છે અને અમોને પોલીસ તરફથી પુરો સહકાર છે. બાકી યુપી તેમજ એમપીમાં અત્યારે એકદમ સરકાર વિરૂઘ્ધ વાતાવરણ છે અડવાણીજીની ધરપકડના ઉગ્ર વાતાવરણ છે તેમજ ઘણા કાર સેવકો અયોઘ્યાની આજુ/બાજુ પહોંચી ગયા છે. લી.કનુભાઇ તથા ભાણજી તથા નટુભાઇ તેમજ અશોકભાઇના પ્રણામ…
તા.27/10/90ના લખેલી ટપાલ
અમો હજુ ઝાંસીની અંદર ઇન્ટર કોલેજમાં બંદી તરીકે છીએ.. ઘણા કાર સેવકો ગુંદેલ ખંડ કોલેજમાં બંધ છે. ઝાંસી રાણી લક્ષ્મીબાઇના કિલ્લામાં પણ ઘણા કાર સેવકો બંધ છે. અત્યારે ઝાંસીમાં 30 હજાર કાર સેવકો બંધ છે. અને દરરોજ પાંચ હજાર નવા આવે છે. રાજમાતા સિંઘ્યા અહીંથી નજીક ચિત્રકુટથી યુપીમાં તા.28ના રોજ પ્રવેશવાના છે રોડ ઉપર સરકારે ખાડા ખોદાવેલ છે બધી પોલીસ અને હોમગાર્ડનો અમને પુરો સહકાર છે પરંતુ ઉપરથી એકી સાથે કુંચ કરવાનો આદેશ અમોને મળેલ અત્યારે 11 વાગ્યે તા.27ના રોજ બધા કાર સેવકને બિસ્તરા બાંધી રાખવાનો આદેશ કાર સેવક કમિટી તરફથી મળેલ છે. એટલે અમો બધા અત્યારે જિલ્લા પ્રમાણે લાઇનમાં બેસી અને દેશ ભક્તિના ગીત બોલાવીએ છીએ. જાજા ભાગની પોલીસ અમારી સાથે છે અમારી તબીયત સારી છે એક હજાર પોલીસ તેમજ અર્ધલશ્કરી દળે અમોને ઘેરી રાખેલ છે ત્યારે કેવી પરિસ્થીતી ઉભી થાય તે કાંઇ કહી શકાય તેમ નથી. આવી અનેક સમસ્યાનો સામનો કરી રામ મંદિરનું નિર્માણ થાય તેવા સંકલ્પો સાથે કાર સેવા કરી હતી.