તા. 7ના ભવ્ય લોકડાયરો અને તા. 8ના દશાંગ યજ્ઞ કરાશે: શ્રીમદ્ દેવીભાગવત જ્ઞાનયજ્ઞનો લાભ લેવા જાહેર આમંત્રણ પાઠવાયું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આઈશ્રી નાગબાઈ માતાજીના સમસ્ત સેવક ગણ માધાપર ગામ સમસ્ત ગોપી મંડળ દ્વારા શ્રીમદ્ દેવીભાગવત જ્ઞાનયજ્ઞનું આયોજન તા. 30-3થી તા. 7-4 એમ નવ દિવસ સુધી દરરોજ સાંજે 4થી 7 વાગ્યા સુધી આઈશ્રી નાગબાઈ માનો વિસામો, માધાપર ગામ, રેલવે ફાટક પાસે, જામનગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે તેમજ તા. 7 ને સોમવારે રાત્રે 10 કલાકે ભવ્ય લોકડાયરો યોજાશે. તા. 8 ને મંગળવારે સવારે 9થી 12 કલાકે દશાંગ યજ્ઞ રાખવામાં આવ્યો છે. કથાના પાવનકારી પ્રસંગોત્સવમાં દેવી મહાત્મ્ય, મધુકટૈય વધ, મહિષાસુર વધ, ચામુંડા પ્રાગટ્ય, ચંડમુંડ વધ, શિવવિવાહ, તુલસીવિવાહ અને ગાયત્રીની ઉપાસના કરવામાં આવશે.
આઈશ્રી નાગબાઈ મા માધાપરના વિસામા ખાતે આટલા વર્ષોમાં પ્રથમ વખત જ આઈમાની આજ્ઞા અને ઈચ્છાનુસાર શ્રીમદ્ દેવીભાગવતનું ચૈત્રી નવરાત્રિ દરમિયાન માના પરમ ઉપાસક દેવેન્દ્રસિંહ ઝાલાબાપુ (ઈંગોરાળા)ના વ્યાસાસને નવ દિવસ સુધી દરરોજ સાંજે ચારથી સાત વાગ્યા સુધી કથાનું આયોજન કરવામાં આવ્યું છે તેમજ તા. 7 ને સોમવારે રાત્રે દસ વાગ્યે લોકડાયરાના અડાભીડ કલાકાર હરેશદાન સુરુ તથા કવિ દાદ બાપુના દીકરા જીતુભાઈ ગઢવી તથા લોકગાયક નારુભા ગઢવી પોતાની સાહિત્ય કલા પીરસી લોકડાયરાની મોજ કરાવશે. જેનો દરેક ભાવિક ભક્તજનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લાભ લેવા માધાપર ગામ સમસ્ત તથા માધાપર ગામ ગોપીમંડળ તથા દોલુભા ડોડીયા, ઘોઘુભા જાડેજા, કિરીટસિંહ ડોડીયા, પૃથ્વીરાજસિંહ વાળા, દિપકસિંહ વાળા, દકુભાઈ, સુમીતભાઈ સોલંકી, સિદ્ધરાજસિંહ વાળા, સમસ્ત ચારણ ગઢવી સમાજ પ્રમુખ પ્રકાશભાઈ ગઢવી, સરપંચ ચનાભાઈ મોલિયા, મુકેશભાઈ ઝાલાવાડીયા, દિનેશભાઈ ઢોલરીયા, વશરામભાઈ વેકરીયા, મુકેશભાઈ ગઢવી, જશુભાઈ ગઢવી, ભુપતભાઈ ગઢવી, સુરેશભાઈ મોલિયા, અજયભાઈ મોલિયા, નીતિનભાઈ, જગદીશભાઈ દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે. વધુ માહિતી માટે કિરીટસિંહ ખોડુભા ડોડીયા મોબાઈલ નંબર 9426685041 પર સંપર્ક કરી શકાશે.