વેરાવળમાં રાજેન્દ્ર ભુવન રોડ ઉપર આવેલ કેસીસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં વ્યાસપીઠ પર ડો.મહાદેવપ્રસાદજી મહેતા (વિધા વાચસ્પતિ) બીરાજી સંગીત સાથે કથાનું રસપાન બપોરે ત્રણ થી સાંજે છ વાગ્યા સુધી કરાવનાર છે. આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞમાં મુખ્ય યજમાન પદે સમાજના અધ્યક્ષ લખમભાઇ દામજીભાઇ ભેંસલા તથા ફીશ ઉધોગપતિ અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ જગદીશભાઇ વેલજીભાઇ ફોફંડી પરીવાર રહેનાર છે. આ ભાગવત સપ્તાહના પ્રારંભે તા.21 ના સોમવારે બપોરે ત્રણ કલાકે પોથીયાત્રા નીકળશે.ધર્મપ્રેમી લોકોને કથાનો લાભ લેવા સમસ્ત ખારવા સમાજ સાગરપુત્ર ફાઉન્ડેશન દ્વારા અનુરોધ કરાયો છે.
વેરાવળમાં તા. 21 થી 27 દરમિયાન સમસ્ત ખારવા સમાજના પિતૃમોક્ષાર્થે શ્રીમદ્દ ભાગવત સપ્તાહનું આયોજન

Follow US
Find US on Social Medias