સંસ્કૃત જ્ઞાનની પરંપરાને જનજન સુધી પહોંચાડવાનો પ્રયાસ: સંસ્કૃત ભાષા સંવર્ધન તરફ મહત્વપૂર્ણ પગલું
શુદ્ધ ઉચ્ચારણ, લય-છંદ અને ભાવ સાથે થશે મૂલ્યાંકન : ગીતા કંઠસ્થ કરનારને મળશે ‘ગીતાભૂષણ’ પદવી
- Advertisement -
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા આજથી 7 જાન્યુઆરી 2026 સુધી ઑનલાઈન નોંધણી શરૂ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
રાજ્યમાં સંસ્કૃત ભાષા, ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ મજબૂત બનાવવા ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ, ગાંધીનગર દ્વારા શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના અંતર્ગત વિશેષ સમીક્ષા-પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં ભાગ લેવા ઇચ્છુક સંસ્કૃતપ્રેમીઓ અને પ્રતિભાગીઓ માટે આજ તા. 1 જાન્યુઆરીથી તા. 7 જાન્યુઆરી 2026 સુધી ઓનલાઈન નોંધણીની વ્યવસ્થા કરવામાં આવી છે. નોંધણી રાજ્ય સંસ્કૃત બોર્ડની અધિકૃત વેબસાઇટ ૂૂૂ.લતિબ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ(વિિંાં://ૂૂૂ.લતિબ.લીષફફિિ.ંલજ્ઞદ.શક્ષ) મારફતે કરી શકાશે, તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે. શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા શત સુભાષિત કંઠપાઠ યોજનાની વિગતવાર માર્ગદર્શિકા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે, જે નિર્ધારિત લિંક પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ પરીક્ષામાં ભાગ લેનાર પ્રતિભાગીઓના કંઠસ્થ શ્લોકો અને સુભાષિતોની નિપુણતા, ઉચ્ચારણની શુદ્ધતા, લય-છંદ તથા ભાવભક્તિનું મૂલ્યાંકન યુનિવર્સિટી કક્ષાના નિષ્ણાતો દ્વારા કરવામાં આવશે. વિશેષ સમીક્ષામાં સફળ થનાર સંપૂર્ણ ગીતા કંઠપાઠ કરનાર પ્રતિભાગીઓને ગીતાભૂષણની પ્રતિષ્ઠિત પદવી એનાયત કરવામાં આવશે, જ્યારે શત સુભાષિત કંઠપાઠમાં ઉત્તીર્ણ થનારને શત સુભાષિત પંડિતની ગૌરવપૂર્ણ ઉપાધિથી રાજ્ય કક્ષાના ભવ્ય સમારોહમાં સન્માનિત કરી પ્રમાણપત્ર આપવામાં આવશે.
ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડે વધુમાં જણાવ્યું છે કે આ સુવર્ણ અવસરનો લાભ લઈ વધુમાં વધુ સંસ્કૃતપ્રેમીઓ, વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા નાગરિકોએ ભાગ લઈને ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાન પરંપરાને વધુ સશક્ત બનાવવી જોઈએ. સંસ્કૃતને માત્ર ભાષા નહીં પરંતુ ભારતની આત્મા અને જ્ઞાનપરંપરાનો આધારસ્તંભ ગણાવી તેનો પ્રચાર-પ્રસાર અને સંવર્ધન કરવો સમયની આવશ્યકતા હોવાનું પણ બોર્ડે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સંસ્કૃતને બ્રહ્માંડની દિવ્ય ભાષા માનવામાં આવે છે, જેના આધારે ભારતનો પ્રાચીન જ્ઞાનવારસો આજે પણ અડીખમ ઊભો છે. જ્ઞાન, વિજ્ઞાન, ન્યાય, નીતિ, ધર્મ અને સંસ્કૃતિના વિકાસમાં સંસ્કૃતનું યોગદાન અવિસ્મરણીય છે. આ દિશામાં ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા ‘યોજના પંચકમ’નો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં સંસ્કૃત સપ્તાહોત્સવ, સંસ્કૃત સંવર્ધન સહાયતા, સંસ્કૃત પ્રોત્સાહન, શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના તથા શત સુભાષિત કંઠપાઠ યોજના જેવી મહત્વની યોજનાઓનો સમાવેશથાય છે.



