ભારત સરકારના પશુપાલન, મત્સ્ય ઉધ્યોગ અને ડેરી વિભાગના કેબિનેટ મંત્રી પરસોતમભાઈ રૂપાલા તા:ર૧/૦૮/૨૧ ના રોજ રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.
જેમાં ગુજરાત રાજ્યના ખેતીવાડી અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ સાહેબ, તથા પાણી પુરવઠા, પશુપાલન અને રૂરલ હાઉસિંગ વિભાગના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સાહેબ, સાંસદ સભ્ય મોહનભાઇ કુંડારીયા સાહેબ, કચ્છના સાંસદ સભ્ય લાખમશીભાઈ ચાવડા સાહેબ , ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા સાહેબ , તથા ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા સાહેબ અને અન્ય સ્થાનિક લોક આગેવાનો સાથે જોડાયા હતા. આ મુલાકાત દરમ્યાન સેન્ટર ઉપર કોરોના રસીકરણની કામગીરી ચાલતી હતી. તેની મુલાકાત લઈ કોરોના રસીકરણ અંગેની વિગતો મેળવી હતી. જેમાં જસદણ તાલુકાના કુલઃ-૬ ગામમાં ૧૦૦ ટકા રસીકરણ કામગીરી પૂર્ણ થઈ છે. જ્યારે સમગ્ર જીલ્લામાં ૬૭ ગામોમાં ૧૦૦% રસીકરણની કામગીરી પૂર્ણ થઈ છે. તે બદલ સમગ્ર જિલ્લાની આરોગ્યની ટીમને બિરદાવી હતી.
- Advertisement -
કોરોના કાળ દરમ્યાન અને રસીકરણની કામગીરીમાં સમગ્ર તાલુકાની જવાબદારી સંભાળતા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ધવલ ગોસાઇ તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, આટકોટના મેડિકલ ઓફિસર ડો. સુનિલકુમાર ચૌધરી અને ડો. હેતલબેન નકુમ તથા આટકોટ ખાતે ફરજ બજાવતા ફીમેલ હેલ્થ વર્કર અરૂણાબેન દુધરેજીયા, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર વિરેન્દ્ર સોલંકી, આશા બહેનો વગેરેની કામગીરી બિરદાવી હતી.
સમગ્ર દેશ અને આપણાં રાજ્યમાં કોરોના સંક્રમણથી બચવા માટે આરોગ્ય તંત્ર દ્વારા ૧૮ વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે. જેમાં તા.ર૦/૦૮/ર૦ર૧ના રોજ ૧૦૯૩૮ લોકોએ પ્રથમ ડોઝ જયારે ર૬૧૯ લોકોએ બીજો ડોઝ એમ કુલ ૧૩પપ૭ લોકોએ રસી મૂકાવી છે. રસીકરણ કાર્યક્રમ શરૂ થયાથી આજ સુધીમાં તમામ કેટેગરીના કુલ ૮,૩૬,૬૪પ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે અને ૨,૨૩,૩ર૦ લોકોએ બીજો ડોઝ લીધો છે.
- Advertisement -
હાલમાં કેટલાક લોકો અફવાઓ / ખોટી માન્યતાઓ વાયરલ કરવામાં આવી રહી છે. તેથી આવી કોઈપણ જાતની અફવાથી ભરમાસો નહીં. કોરોનાના સંક્રમણ થી બચવા માટે જ કોરોના રસી આપવામાં આવી રહેલ છે. કોરોના રોગથી બચવા અંગેની ગંભીરતા સમજી, સમજદારી દાખવી ૧૮ થી વધુ ઉંમરના તમામ લોકોને આ રસીકરણનો લાભ લેવા જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દ્વારા અપીલ કરવામાં આવે છે.