ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી રાધેશ્યામ ગૌશાળા તથા વિશ્ર્વ હિંદુ પરિષદ, બજરંગ દળ દ્વારા તા. 6-4 ને ચૈત્ર સુદી નોમ ને રવિવારના રોજ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના જન્મોત્સવ નિમિત્તે સંપૂર્ણ ભારત વર્ષમાં રામરાજ્યને ચરિતાર્થ કરવા માટે તેમજ સમાજમાં સામાજિક વિષમતાઓ દૂર કરી સમરસતાનો સંદેશ આપવા તથા હિંદુ સમાજને સંગઠીત કરવાના હેતુથી રામનવમીના પાવન દિવસે દિવ્ય ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
- Advertisement -
આ રથયાત્રામાં સંતો-મહંતોના આશીર્વાદ તેમજ વિવિધ સંસ્થા તેમજ મંડળો સાથે મળીને આયોજિત કરશે. રથયાત્રામાં વિવિધ સાંસ્કૃતિક 51 ફ્લોટ્સ દ્વારા ભારતની ભવ્ય સંસ્કૃતિની ઝાંખી થશે. રાજકોટ મહાનગર અધ્યક્ષ વનરાજભાઈ ગરૈયા તેમજ પ્રાંતના કાર્યકારી સદસ્ય અશોકસિંહ ડોડીયા તેમજ રાધેશ્યામ ગૌશાળાના સંચાલક રાધેશ્યામબાપુની આગેવાનીમાં આયોજિત થશે. આ ભવ્ય રથયાત્રાના રૂટ પર અનેક સેવાભાવી સંસ્થાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે.
ઉપરોક્ત રથયાત્રાના આયોજનને સફળ બનાવવા માટે વિનયભાઈ કારિયા, હેનિલભાઈ પરમાર, મનોજભાઈ ડોડીયા, મનીષભાઈ વડેરીયા, કિશનભાઈ સેલાર, યોગેશભાઈ ચોટલીયા, રવિન્દ્રભાઈ બડગુજર, રાજુભાઈ જુનજા, ધનરાજભાઈ રાધાણી, આશિષભાઈ શેઠ, સુરેશભાઈ પાટીલ, જગદીશભાઈ અગ્રાવત, સમીરભાઈ કાનાબાર, રાહુલભાઈ જાની, હર્ષ મોથરેંજા, નવીનભાઈ વાઘેલા, ભાવેશભાઈ લાઠીયા, હેમલભાઈ ગોહેલ, જે. ડી. સોમૈયા, રાજુભાઈ ઉમરાણીયા, દિનેશભાઈ ચારણિયા, દિલીપભાઈ દવે, પંકજભાઈ તાવીયા, હિરેનભાઈ ચંદારાણા, આલાપ ભારાઈ, મનોજભાઈ કદમ, સોનુબેન સોમૈયા, મીતાબેન માતૃશક્તિ અને દુર્ગાવાહિનીની બહેનો તેમજ સર્વે કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે. આ શોભાયાત્રાના માર્ગદર્શક હસુભાઈ ચંદારાણા, માવજીભાઈ ડોડીયા, નરેન્દ્રભાઈ દવે છે. રાજકોટ વિભાગ મંત્રી કુણાલભાઈ વ્યાસ તેમજ સહમંત્રી પરેશભાઈ રૂપારેલિયાની યાદીમાં જણાવ્યું હતું.