હિંદુઓનો પવિત્ર શ્રાવણ મહિનો આજથી શરુ થઈ ચૂક્યો છે. ત્યારે ઘણા લોકો આ મહિનામાં ઉપવાસ રાખતા હોય છે. પણ શું તમને ખબર છે કે ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? ઉપવાસ કરતા સમયે આ વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે અને ઘણા લોકો આખો મહિનો અથવા તો સોમવારે ઉપવાસ કરતા કરતા હશે. ઉપવાસ કરવાનું ધાર્મિક રીતે ઘણું મહત્વ છે, સાથે જ એવું પણ કહેવામાં આવે છે કે ઉપવાસ કરવાથી તબિયત સારી રહે છે ખાસ કરીને ચોમાસાની ઋતુમાં. પણ સવાલ એ છે કે ઉપવાસ કરવાથી આપના શરીરને ફાયદો થાય છે કે નુકસાન પહોંચે છે?
- Advertisement -
ઉપવાસથી શરીર પર શું અસર થાય છે?
હવે સામાન્ય રીતે ઉપવાસને લોકો આસ્થા, ભક્તિ અને શ્રદ્ધા સાથે જોડે છે અને તેની સામે અત્યારની જનરેશન વજન ઘટાડવા અને ફિટ રહેવા માટે પણ ઉપવાસ રાખે છે પણ સવાલ એ જ છે કે ઉપવાસ કરવાથી શરીર પર શું અસર થાય છે? એક્સપર્ટના મતે દરેક લોકોએ અઠવાડિયામાં એક અથવા બે દિવસ તો ઉપવાસ કરવો જ જોઈએ. જો કે આ ઉપવાસ કરતાં સમયે થોડી વાતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
હવે સામાન્ય રીતે ઉપવાસ દરમિયાન ઘઉં ચણાનો લોટ અને અનાજ ખવાતું નથી. આ રીતે ઉપવાસ શરીરને ડિટોક્સિફાય કરવામાં મદદ મળે છે પણ આ દરમિયાન સામાન્ય રીતે લોકો વધુ ફરાળી વસ્તુઓ ખાવાના ચક્કરમાં વધુ તેલવાળું કે તળેલી વસ્તુઓ આરોગવા લાગે છે. જો કે આ ન કરવું જોઈએ. જ્યારે પણ તમે ઉપવાસ કે કોઈ વ્રત રાખો છો ત્યારે તમારે ડ્રાયફ્રૂટ્સ, ફ્રૂટ્સ, જ્યુસ, પાણી, દૂધ વગેરેનું સેવન વધુ કરવું જોઈએ.
- Advertisement -
ઘણા લોકો નિર્જળા વ્રત કે ઉપવાસ કરતાં હોય છે તેના પર એક્સપર્ટનું કહેવું છે કે પાણી વગરનું વ્રત ક્યારેય ન કરવું જોઈએ, કારણ કે પાણી ન પીવાથી શરીરની અંદર રહેલા વેસ્ટ મટીરિયલ્સ હોય છે એ શરીરમાંથી બહાર નથી આવી શકતા જેના કારણે શરીર અનેક રોગોનો ભોગ બને છે.